દાહોદઃ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ દાહોદ જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યો જિલ્લા (Rahul Gandhi Gujarat Visit)અને રાજ્યના આગેવાનો તેમજ કોંગ્રેસ નેતાઓ સાથે ચૂંટણી અનુલક્ષીને ચર્ચા વિચારણા કરી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસ આગેવાનોને (Satyagraha Rally)ચૂંટણી પ્રતિજ્ઞાપત્ર, કાર્યકર્તા એપ અને સત્યાગ્રહ ડોટ ઇન વેબસાઈટની માહિતી આમ જનતા સુધી પહોંચાડવા વિશે ચર્ચા કરી હતી. ચૂંટણી પ્રતિજ્ઞા પત્ર લઈને જનસમુદાય પહોંચી અને વિજય મેળવીને વિધાનસભાનો( Gujarat Congress)અવાજ બનાવવાની હાકલ કરી હતી. આ કાર્યક્રમ બાદ હાર્દિક પટેલે જણાવ્યું કે નરેશ પટેલે જલ્દીમાં જલ્દી નિર્ણય કરવો જોઈએ નરેશ પટેલને પહેલા પણ કહ્યું છે અને હજી પણ કહું છું કે જેટલો મોડો નિર્ણય કરવામાં આવશે તેટલી ગુજરાતની જનતાને ચિંતા વધશે.
આ પણ વાંચોઃરાહુલ ગાંધી આદિવાસીઓની રક્ષા માટે દાહોદ આવ્યા: રઘુ શર્મા
કોંગ્રેસ ગુજરાતના સાડા છ કરોડ લોકોનો અવાજ -સત્યાગ્રહ રેલી સંદર્ભે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું કે આ સત્યાગ્રહ રેલીમાં આદિવાસી સમાજના અધિકાર માટે એક અવાજ બુલંદ કરવાનો પ્રયાસ થયો છે. આજે દાહોદમાં આદિવાસી સત્યાગ્રહનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીના તમામ લિડર્સ સાથે મળીને સાથે ગુજરાતના સાડા છ કરોડ લોકોનો અવાજ બને તેના માટેના પ્રયાસો છે.