ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં લોકડાઉન વચ્ચે વિદ્યાર્થીઓ પાસેથી નાણાં ઉઘરાવનારા શાળાના કલાર્ક સામે ફરિયાદ

લોકડાઉમાં દહોદની સેન્ટ સ્ટીફન સ્કૂલના ક્લાર્કે વિદ્યાર્થીઓ પાસેથી જબરદસ્તી ફી વસુલ હોવાન ફરિયાદ નોંધાઈ છે. હાલ, પોલીસે ફરિયાદ આધારે આગળની કાર્યવાહી આગળ હાથ ધરી છે.

By

Published : May 9, 2020, 8:46 AM IST

દાહોદ
દાહોદ

દાહોદઃ લોકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરી દાહોદની સેન્ટ સ્ટીફન સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી બાકી ફી વસુલ કરવા તેમજ નવા એડમીશનો આપવા વાલીઓને ફોન અને મેસેજ કરી ફી વસુલાત માટે ઉઘરાણી કરવામાં આવી હતી. આ ફી ઉઘરાણી કરનાર સ્ટીફન સ્કુલના કલાર્ક સામે IPC કલમ 406, 420 ,188 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005ની કલમ- 51 (B) મુજબનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

વૈશ્વિક મહામારી કાળમાં રાજ્ય માં આવેલી શાળાઓને વિદ્યાર્થીઓ પાસેથી જબરદસ્તીથી નહીં વસૂલવા તેમજ ફી ભરપાઈ કરવા તંત્ર દ્વારા લોક ડાઉનના પગલે વિશેષ છુટ આપવામાં આપવામાં આવી છે. તેમ છતાં દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલી સેન્ટ સ્ટીફન હાઇસ્કુલના કલાર્ક જસ્ટીન થોમસ સોલંકીનાઓએ લોકડાઉન દરમ્યાન જાહેરનામાનો ભંગ કરી શાળાના વિધાર્થીઓ પાસેથી બાકી ફી વસુલ કરવા તેમજ નવા એડમીશનો આપવા ફોન અને મેસેજ દ્વારા જાણ કરી હતી તેમજ ફી વસુલાત માટે ઉઘરાણી કરવામાં આવી હતી.

શાળાના જુનીયર કે જી . માં તા 25 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન 14 વિદ્યાર્થીઓને નવા એડમીશન આપી ફ્રી નીયમન સમિતી વડોદરા વિભાગ, વડોદરા દ્વારા નકકી કરવામાં આવેલ ફી કરતા પણ વધુ નાણા વસુલી કુલ વિધાર્થીના રૂપિયા 2,10 , 000 લઈ વિદ્યાર્થી કે વાલીઓને તેમની પાસેથી લીધેલ નાણા બાબતે પહોંય નહી આપી વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી ગુનો કર્યો હતો જેથી તેના સામે દાહોદ ટાઉન પો . સ્ટે . પાર્ટ - બી મુજબ ઈ IPC કલમ 406, 420 ,188 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005ની કલમ- 51 (B) મુજબનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details