બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં મોટાપાયે ગેરરીતે થવા મામલે પરીક્ષાર્થીઓ દ્વારા આંદોલન ચલાવતા સરકારે આ મામલાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. સરકાર દ્વારા એસઆઈટીની રચના કરી પરીક્ષાર્થીઓના આંદોલન પર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કર્યો છે. જેથી પરીક્ષાર્થીઓ એસઆઈટીની રચના થતાં જ આંદોલન પડતું મૂક્યું છે. આ આંદોલનમાં બેરોજગાર પરીક્ષાર્થીઓનો સળગતો મુદ્દો રાજકીય પાર્ટીઓ પણ છોડવા માંગતી નથી જેને લઇને તેઓ પણ મેદાને ઉતરી પડ્યા છે.
દાહોદમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે યુવા કોંગ્રેસ અને NSUI દ્વારા કોલેજ બંધ કરાવાઇ
દાહોદ: બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થવા મામલે પરીક્ષાર્થીઓનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે દાહોદ શહેર યુવા કોંગ્રેસ અને NSUI દ્વારા કોલેજોમા રાજ્ય સરકારના વિરોધમાં ભારે સૂત્રોચાર કર્યા હતા અને બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની માગ સાથે કોલેજ બંધ કરાવાઇ હતી.
કોંગ્રેસ અને NSUI દ્વારા કોલેજ બંધ કરાવાઇ
શહેર યુવા કોંગ્રેસ અને NSUIની આગેવાનીમાં ઝાલોદ રોડ પર આવેલી કોલેજમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં. આ તકે જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય અને કોંગ્રેસના પદાધિકારીઓ પણ કોલેજમાં ઉપસ્થિત રહી છે અને એનએસયુઆઈના આંદોલનને વેગવંતુ બનાવતા ઉપસ્થિત જોવા મળ્યા હતાં.