દાહોદ : અરબી સમુદ્રમાંથી ગુજરાત તરફ વધી રહેલા નિસર્ગ વાવાઝોડાના કારણે દાહોદ જિલ્લાના હવામાનમાં એકાએક પલટો આવવાની સાથે ગાજવીજ સાથે પવન ફૂંકાવાની શક્યતા રહેલી હોવાનો હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે
2જી અને 3જી જૂને વીજળી સાથે ભારે વરસાદ પડવાની શક્યતા, સાવચેત રહેવા કલેક્ટરની અપીલ - સાવચેત રહેવા કલેક્ટરની અપીલ
રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાના કારણે સમગ્ર જિલ્લામાં વીજળી સાથે ભારેથી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઇ કલેક્ટર વિજય ખરાડીએ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.
![2જી અને 3જી જૂને વીજળી સાથે ભારે વરસાદ પડવાની શક્યતા, સાવચેત રહેવા કલેક્ટરની અપીલ સાવચેત રહેવા કલેક્ટરની અપીલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7438780-620-7438780-1591043463171.jpg)
જેના પગલે કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી તારીખ ૨ અને ૩જી જૂન દરમિયાનના 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. જેથી તે દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડતો હોય, ત્યારે લોકો ઘરમાં જ રહે અને બહાર જવાનું ટાળે તે ઇચ્છનીય છે. છેલ્લા ત્રણેક વર્ષના આંકડા ધ્યાને લેવામાં આવે તો માલૂમ પડે છે કે સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાના કારણે થયા છે. જેથી વરસાદના સમયે કોઇએ બીનજરૂરી બહાર નીકળવું નહી.
વધુમાં કલેક્ટરે જણાવ્યું હતુ કે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૨૦ કે ૨૧ જૂનથી ચોમાસુ બેસવાની શક્યતા છે. જેથી તેને લગતી તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. જે તે વિભાગ સાથે બેઠકો યોજી આપાત્તકાલીન આયોજનની રૂપરેખા પણ તૈયાર કરી લેવામાં આવી છે.