દાહોદ: કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 4 અંતર્ગત જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, તે સંદર્ભે જિલ્લા કલેકટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી અનલોક 4 ની માર્ગદર્શિકા અમલમાં રહેવાની છે. જેમાં શાળા-કોલેજો, કોચીંગ ઇન્સ્ટીટયુટ બંઘ રહેશે. જયારે ઓનલાઇન શિક્ષણની કામગીરી ચાલુ રહેશે. આ ઉપરાંત સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક, થિયેટરો પણ આ માર્ગદર્શિકા મુજબ બંઘ રહેશે.
દાહોદમાં અનલોક-4માં પણ કોરોના સંદર્ભની તમામ સાવચેતીઓનું ચુસ્તપણે પાલન કરવા કલેક્ટરની અપીલ - દાહોદના સમાચાર
કોવિડ-19ના સંદર્ભમાં કેન્દ્ર સરકારે અનલોક-4ની ગાઇડલાઇન જાહેર કરી છે. તે સંદર્ભમાં કલેક્ટર વિજય ખરાડીએ મંગળવારે એક સંદેશ દ્વારા નાગરિકોને અનલોક-4માં પણ કોરોના સંદર્ભની તમામ સાવચેતીઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે.
તેમણે ઉમેર્યું કે, કન્ટેઇન્ટમેન્ટ વિસ્તારો અને ભવિષ્યમાં જે વિસ્તારને કન્ટેઇન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવે તે તમામ વિસ્તારોમાં લોકડાઉન ચાલુ રહેશે. આંતરજિલ્લા અને આંતરરાજય મુસાફરી કરવાની થાય તો કોઇ પણ પ્રકારનો પ્રતિબંઘ નથી.
તેમણે વધમુાં જણાવ્યું કે, અનલોક- 4માં પણ કોરોના સંદર્ભે તમામ સાવચેતીનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે. કોરોના સંક્રમણથી બચવા જેમની ઉંમર 60 કે તેથી વધુ છે તેવા વડીલો અને જેમને અન્ય મોટી બિમારીઓ છે તેવા વડીલો તો ખાસ, સગર્ભા મહિલાઓ અને 10 વર્ષથી નીચેની ઉંમરના બાળકો પણ ઘરમાં જ રહે અને રીવર્સ કવોરન્ટાઇન થાય તે ખૂબ જરૂરી છે. જાહેર જગ્યાએ કે મુસાફરી કરતા સમયે લોકો માસ્કનો ઉપયોગ ફરજીયાત કરે તો આ સાથે દુકાનો કે જાહેર જગ્યાઓએ 6 ફૂટનું અંતર જાળવી રાખે.