ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના સંકટમાં લોકજાગૃતિનો સંદેશ, દાહેદ કલેક્ટર વિજય ખરાડીની સામાજિક કાર્યકરોને ખાસ અપીલ

દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ જિલ્લાના અગ્રણીઓ, ધાર્મિક આગેવાનો, વેપારી મહામંડળો, સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ-એનજીઓ અને સામાન્ય નાગરિકો સાથે સીધા જોડાયેલા લોકોને કોરોના મહામારીના આ સંકટ સામે લોકજાગૃતિ ફેલાવવાના મહત કાર્યમાં જોડાવા અપીલ કરી છે.

dahod
કોરોના સંકટ સામે લોકજાગૃતિ ફેલાવવાના કાર્યમાં જોડાવા કલેકટર વિજય ખરાડીની સામાજીક કાર્યકરોને અપીલ

By

Published : Sep 19, 2020, 11:55 AM IST

દાહોદ: જિલ્લામાં કોરોના મહામારીને જડ મૂળથી નાબૂજ કરવા અને માટે જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર સતત પ્રયત્નશીલ છે. કોરોના વાઇરસને નાબૂદ કરવા માટે તંત્ર સાથે પ્રજાની સજાગતા પણ એટલી જ જરૂરી હોય છે. જેથી જિલ્લા કલેકટર વિજય ખરાડી અપીલ કરતા જણાવ્યું કે, દરેક નાગરિક પોતે કોરોના વોરિયર્સ બને અને દાહોદને કોરોના મુક્ત કરવા માટે લોકજાગૃતતા ફેલાવામાં સહકાર આપે તે અત્યારની તાકીદની જરૂરીયાત છે. કોરોનાથી બચવા માટે SMSના સૂત્રનું પાલન કરવું જરૂરી છે.

જેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો અને અન્ય લોકોને પણ આ સૂત્રનું પાલન કરવા પ્રેરવા જોઈએ તથા સામાન્યજનમાં આ કોરોના સંક્રમણ સામે બચાવના ઉપાયોનો પ્રચાર પ્રસાર કરવા સામાન્ય નાગરિકો પણ આગળ આવવું જોઈએ. મોટે ભાગે યુવાનોમાં કોરોના સંક્રમણ એસિમ્ટોમેટિક હોય છે, એટલે કે, કોરોનાના કોઇ લક્ષણો યુવાનોમાં જણાતા નથી, પરંતુ કામધંધા અર્થે બહાર જતા આ યુવાનો ઘરના જ દાદા, દાદી કે વડીલો જેમની મોટી ઉંમર છે કે, અન્ય કોઇ રોગ પણ છે તેમને કોરોનાનો ચેપ લગાવે છે. તે માટે યુવાનોએ આ બાબતે ખાસ સાવચેતી રાખવી જોઇએ. બે ગજની દૂરી, માસ્ક અને સામાજિક અંતરનું તેઓએ ચુસ્ત પાલન પોતાના જ પરિજનો-વડીલો માટે કરવું જરૂરી છે. ખાસ કરીને બજારમાં ટોળે વળતાં યુવાનો ચેતે અને કોઇ પણ પ્રકારની ભીડથી દૂર રહે તથા કામ પૂરતું જ ફરવાનું રાખવું જોઈએ.

કોરોના સંકટ સામે લોકજાગૃતિ ફેલાવવાના કાર્યમાં જોડાવા કલેકટર વિજય ખરાડીની સામાજીક કાર્યકરોને અપીલ

આ ઉપરાંત તેમણે જિલ્લાના અગ્રણીઓ, ધાર્મિક આગેવાનો, વેપારી મહામંડળો, સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ-એનજીઓ અને સામાન્ય નાગરિકો સાથે સીધા જોડાયેલા લોકોને કોરોના મહામારીના આ સંકટ સામે લોકજાગૃતિ ફેલાવવાના મહત કાર્યમાં જોડાવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, કોરોના મહામારીના સમયમાં આપણે સ્વાસ્થ પ્રત્યે વધુ સજાગ બન્યા છે. કોરોના મહામારી સામે રક્ષણ માટે એ જરૂરી પણ છે. આપણે આપણી રોજિંદી જીવનશૈલીમાં યોગ, પ્રાણાયામ, ધ્યાન, પોષ્ટીક આહાર, અને આયુષ મંત્રાલય દ્વારા સૂચવવામાં આવેલા ઉપચારોને અપનાવવા જોઇએ. જિલ્લામાં છેલ્લા બે મહિનામાં કોરોનાથી થતાં મરણમાં ખાસ્સો ઘટાડો છે. છતાં પણ જે નાગરિકો ડાયાબિટીસ, હાયપરટેન્શન, કિડનીના રોગો કે અન્ય મહાવ્યાધિઓથી પીડાંતા હોય તેઓએ ખાસ કાળજી રાખવી અને કોઇ પણ પ્રકારના લક્ષણ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના ટેસ્ટ કરાવી લેવો. અત્યારે ધન્વતંરી રથ ખાતે પણ ગ્લુકોમીટરની સુવિધા કરવામાં આવી છે. માટે ડાયાબિટીસના દર્દીઓ સુગર લેવલ તપાસી શકે છે. અને જો કોઇ લક્ષણ જણાય તો તરત કોરોના ટેસ્ટ પણ કરાવી લેવો જરૂરી છે. વડીલો પોતાની ખાસ દરકાર રાખે અને રૂમ આઇસોલેટ રહે તે વધુ ઇચ્છનીય છે. તેમનું જમવાનું, દવા વગેરે પણ તેમના રૂમમાં આપવામાં આવે તો કોરોના સક્રમણથી તેમનો બચાવ થઇ શકે છે.

કોરોનાના દર્દીઓ પોતાની મેડિકલ હિસ્ટ્રી ડોક્ટર-મેડિકલ સ્ટાફને જણાવે તે પણ ખૂબ જરૂરી છે. જે કોઇ કોરોના દર્દીઓને અન્ય મોટી બિમારીઓ હોય તેમણે મેડિકલ સ્ટાફનું આ બાબતે ધ્યાન દોરવું જોઇએ અને ડોક્ટર અને મેડિકલ સ્ટાફ પણ આ બાબતે પૂરતું ધ્યાન રાખે તે આવશ્યક છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કોઇપણ વ્યક્તિને કોરોના લક્ષણ જણાય તે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ કરાવી શકે છે. ઉપરાંત 104 નંબર ઉપર ફોન કરીને જાણ પણ કરી શકે છે. હજુ પણ કોરોનાના જે કેસો સામે આવી રહ્યાં છે તેમાં વેપારીવર્ગ, કરિયાણાના વેપારી, જવેલર્સ, વાળંદ-હેરકટીંગ સલુન ચલાવતા લોકોના કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે વેપારી વર્ગ પણ સામાજિક અંતર, માસ્ક અને સેનિટાઇઝરના ઉપયોગના સૂત્રને યાદ રાખે અને તેનું ચુસ્ત પાલન કરે.

ABOUT THE AUTHOR

...view details