ગુજરાત

gujarat

ETV Bharat / state

RTOના ડરના કારણે સ્કૂલ વાહનચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા, વાલીઓ મુશ્કેલીમાં મુકાયા - GUJARATI NEWS

દાહોદ: જિલ્લાની શાળાઓમાં બાળકોની હેરાફેરી કરતાં વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું તંત્રના ધ્યાને આવતા પોલીસ અને આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોવાને કારણે વાહન ચાલકો બાળકોને લઈને શાળાએ ગયા ન હતા. જેના કારણે બાળકો અને વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

RTO દ્વારા રેડ પાડવામાં આવનાર હોવાના ડરે સ્કૂલ વાહનચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા

By

Published : Jun 19, 2019, 9:58 PM IST

સુરત અગ્નિકાંડના પગલે સરકાર દ્વારા બાળકોની સુરક્ષાને લઇને કડક વલણ અપનાવ્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા નિયમનું ઉલ્લંઘન કરીને શાળાના બાળકોનો વહન કરતા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું માહિતી સ્કૂલ વાહનચાલકોમાં પહોંચી ગઈ હતી. જેના કારણે તમામ વાહનચાલકોએ આરટીઓ અને ટ્રાફિક પોલીસની કાયદાકીય ગૂંચમાં ફસાવાના બદલે બાળકોને શાળામાં નહીં લઈ જવાનું નક્કી કર્યુ હતું. જેના કારણે વાહનમાં બેસીને શાળાએ અભ્યાસ કરવા જતાં બાળકો દિવસ દરમિયાન અટવાઇ પડ્યા હતા અને વિદ્યાર્થીઓના વાલીઓએ બાળકોને શાળાએ અભ્યાસ અર્થે મૂકવા જવાની ફરજ પડી હતી. શાળામાં વિદ્યાર્થીઓને લઈ જતાં વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાથી તેમનામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

RTO દ્વારા રેડ પાડવામાં આવનાર હોવાના ડરે સ્કૂલ વાહનચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા

ABOUT THE AUTHOR

...view details