ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી - જન્માષ્ટમી પર્વની ઉજવણી

દાહોદઃ જીલ્લામાં રંગેચંગે જન્માષ્ટમી પર્વની ઉજવણી દરમિયાનં મંદિરોમાં 'હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી'ના નાદ સાથે દાહોદ જિલ્લામાં જન્માષ્ટમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ વદ આઠમનાં રોજ ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મ દિવસની અહીં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. રાત્રિનાં બાર વાગ્યાનાં અરસામાં હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલકીના નાદ સાથે નગરના કૃષ્ણ મંદિરો ગુંજી ઉઠ્યા હતા. તેમજ અહીંના મંદીરોમાં મટકી ફોડનાં કાર્યક્રમો પણ યોજાયાં હતા. મોડી રાત્રિ સુધી ભાવિક ભક્તો ભગવાન કૃષ્ણનાં દર્શન માટે ઉમટતાં જોવા મળી રહ્યાં હતાં.

જન્માષ્ટમી પર્વની ધામધુમથી ઉજવણી

By

Published : Aug 25, 2019, 4:29 PM IST

દાહોદ જિલ્લામાં શ્રાવણ વદ આઠમનાં રોજ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસની રંગેચંગે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાત્રિના બાર વાગ્યાના અરસામાં હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના નાદ સાથે નગરના કૃષ્ણ મંદિરો ગુંજી ઉઠ્યા હતા. તેમજ મટકી ફોડના કાર્યક્રમ યોજાયા હતા મોડી રાત્રી સુધી ભાવિક ભક્તો ભગવાન કૃષ્ણના દર્શન માટે ઉમટતા જોવા મળી રહ્યા હતા.

દાહોદ શહેર સહિત જિલ્લામાં આવેલાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીના પર્વને લઈને દિવસ દરમિયાન ભારે ઉત્સાહ રહ્યો હતો કૃષ્ણ મંદિરોને આકર્ષક અને રંગબેરંગી રોશનીઓ અને આસોપાલવ તેમજ ફૂલોનાં તોરણોથી શણગારવામાં આવ્યા હતા કેટલાક મંદિરોમાં કૃષ્ણ અભિનય, સાંસ્કૃતિક નૃત્ય અને કૃષ્ણ ગીત ગાતાંં પણ પાત્રોની ઝાંખીઓ તૈયાર કરવામાં આવી હતી. દાહોદ શહેરનાં પરેલ વિસ્તારમાં રહેતાંં કૃષ્ણભક્ત કાલુભાઈ દ્વારા કૃષ્ણ ભગવાનની વિવિધ ઝાંખીઓ તૈયાર કરવામાં આવી હતી.

જન્માષ્ટમી પર્વની ધામધુમથી ઉજવણી

જેમાં મથુરામાં જન્મ બાદ મધરાત્રે કૃષ્ણને ટોપલી મા બેસાડી વાસુદેવ દ્વારા યમુના પાર કરીને વૃંદાવન લઈ જતી ઝાંખી, સમુદ્રમંથન, મહાભારતકાળનાં પાત્રો ગોકુળ, દ્વારકા નગરી અને સાથે દેશભક્તિ ની ઝાંખીઓ તૈયાર કરીને જન્માષ્ટમીના ઉત્સવમાં દેશભક્તિનો રંગ પણ જોવા મળ્યો હતો મંદિરો અને ઝાંખીઓનાં સ્થળ પર ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવા માટે સુંદર સજાવટ સાથેની પાલખી બનાવવામાં આવેલી હતી. શહેરમાં ઘણી જગ્યાએ ડીજેનાં તાલ સાથે ઉજવાયેલાં મટકી ફોડનાં કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

રાત્રીંનાં બારનાં ટકોરે ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મ સાથેજ મંદિરોમાં કૃષ્ણમય વાતાવરણ સર્જાયું હતું ભગવાન કૃષ્ણનાં જન્મ સાથેજ મંદિરોમાં રંગેચંગે ઉજવણી દરમિયાન રાસની રમઝટ રમાઈ હતી તેમજ ડીજેનાં તાલે યુવાનો કૃષ્ણ ઉત્સવની ઉજવણી કરતાં પણ જોવા મળ્યા હતાં કૃષ્ણ ભક્તિમાં લીન ભક્તો દ્વારા આરતી સાથે પ્રસાદીને પણ વ્યવસ્થા કરવામાં આવી હતી

:

ABOUT THE AUTHOR

...view details