દાહોદઃ કોરોના મહામારીના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ પગલાં ભરવામાં આવી રહ્યાં છે તેમ જ તંત્ર સાથે સંક્રમણને રોકવા જનતા પણ ખભેખભો મિલાવીને પાલન કરતી જોવા મળી રહી છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે માસ્ક અને સેનિટાઇઝર અનિવાર્ય માધ્યમ હોવાના કારણે સરકાર દ્વારા દરેક નાગરિક માટે માસ્ક પહેરવું ફરજિયાત બનાવ્યું છે. સરકારે માસ્ક પહેર્યા વિના બહાર નીકળનાર વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં ભરવાના આદેશો પણ કરવામાં આવ્યાં છે. કોરોના વોરિયર્સ દ્વારા સતત જનજાગૃતિ માટેના કાર્ય કરી રહ્યાં છે. માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો હોવાના કારણે માર્કેટમાં ઠેરઠેર દુકાનો લાગેલી જોવા મળી રહી છે. માસ્ક નહીં પહેરેલા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની શરૂ કરવાના કારણે તેના વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જેનો દુકાનદારો અને વેપારીઓ ભરપેટ ફાયદો પણ ઉઠાવતાં જોવા મળી રહ્યાં છે.
લારીઓ પરથી માસ્ક ખરીદવું જોખમકારક ! - ઈટીવી ભારત
વૈશ્વિક મહામારી કોરોના વાયરસને નાથવા માટે સતત પ્રયત્નશીલ સરકારે વોરિયર્સ કામે લગાડવાની સાથે સુરક્ષિત રહેવા માટેની ગાઈડલાઈન પણ બહાર પાડી છે. સરકારે તમામ નાગરિકોને સુરક્ષા માટે માસ્ક પહેરવો ફરજિયાત કર્યું છે. માસ્ક નહી પહેરનારની સામે દંડનીય જોગવાઇ લાગુ કરવામાં આવી છે. ત્યારે રોડસાઈડ લારીઓ અને મેડિકલની દુકાન પર રૂ. દસથી સો રૂપિયા સુધીના માસ્કનું ભારે વેચાણ થઈ રહ્યું છે.
થ્રી લેયર માસ્કનો ઉપયોગ કેમ કરવો જોઈએ
કોરોનો વાયરસ વાળા રેડ ઝોન વિસ્તારમાંથી પસાર થતી વેળાએ અથવા તો હોસ્પિટલની મુલાકાત અર્થે જતી વેળાએ વ્યક્તિએ થ્રી લેયર વાળા માસ્ક ફરજિયાત પહેરવા જોઈએ. થ્રી લેયર માસ્કએ નેનોમીટરની સાઈઝના વાયરસ અને કોરોનાવાયરસની સામે પણ પ્રોટેક્ટ કરે છે. માસ્કની આ ત્રણ લેયર સુરક્ષા કવચ બનતી હોય છે. જેથી આ વાયરસ ત્રણ લેયરના સુરક્ષા કવચને તોડી ન શકવાના કારણે માનવ શરીરમાં પ્રવેશી શકતો નથી.
સરકારે જનતાને સસ્તાં દરે માસ્ક ઉપલબ્ધ કરાવવા જોઈએ
સરકાર અને જિલ્લા વહીવટી તંત્રએ કોરોના મહામારીના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે વિવિધ પગલાં ભર્યા છે અને ભરી રહી છે ત્યારે નાગરિકોની સલામતી માટે થ્રી લેયર માસ્ક જલ્દી ઉપલબ્ધ કરાવવા જોઈએ જેના કારણે સામાન્ય માણસ પણ સસ્તાં દરે સારા માસ્ક ખરીદીને પોતાના સ્વાસ્થ્ય તેમ જ પરિવારનું સ્વાસ્થ્ય સુરક્ષિત બનાવી શકે.
દાહોદથી મહેશ ડામોરનો અહેવાલ