ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદના વડબારા ગામે ભાજપની જનસભામાં મંડપ જ ઉડ્યો, કોઈ જાનહાની નહીં

દાહોદઃ ચૂંટણીપ્રચાર વેગવંતો બન્યો છે ત્યારે મોસમે કરવટ બદલી છે. વડબરા ગામે BJPની જાહેરસભા સમયે વાવાઝોડું ફૂંકાતા મંડપ તૂટીને હવામાં ઉડી ગયો હતો. સદભાગ્યે કોઈ નુકશાન કે જાનહાનિ નહીં થતા ભારતીય જનતા પાર્ટીએ રાહતનો શ્વાસ લીધો હતો.

dahod

By

Published : Apr 17, 2019, 2:07 PM IST

દાહોદ લોકસભા મતવિસ્તારની આગામી 23મી એપ્રિલના રોજ મતદાન યોજાનારું છે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. કાટાંની ટક્કરે યોજનાર દાહોદ જિલ્લામાં લોકસભાની ચૂંટણી દરમિયાન મતદારોને સમજાવવા માટે રાજકીય પાર્ટી દ્વારા સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વડબારા ગામે ભાજપની જનસભા મંડપ ઉડીયો

દાહોદ તાલુકાના વડબારા ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરની જનસભા યોજાઇ રહી હતી. આ જનસભા માટે મંડપ બનાવવામાં આવ્યો હતો. જનસભા સમયે વાતાવરણમાં એકાએક પલટો આવી જતા અને હવામાનમાં થયેલા ફેરફારને કારણે વાવાઝોડું ફૂંકાતા વડબારા ગામે બનાવેલ જનસભાનો સમિયાણો ઉડી જવા પામ્યો હતો. પરંતુ આ સભામંડપ ઉડીને તૂટી જવા છતાં પણ કોઈ જાનહાની કે નુકસાન નહી થતા ભાજપના કાર્યકરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details