- બીજેપીના ઉમેદવાર સુધીર લાલપુરવાલા વિજેતા
- વિજયનો શ્રેય બીજેપીના કાર્યકર્તાને આપ્યો
- બીજેપી સાથે પ્રજાઓ જોડાયેલી: સુધીર
દાહોદ: જિલ્લા પંચાયતની બેઠક ઉપર વિજેતા બનનાર ભાજપના ઉમેદવાર સુધીરભાઈ લાલપુર વાલાએ જણાવ્યું કે, વિજયનો શ્રેય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને સંગઠન અને સૌ શુભેચ્છકોનો છે પણ પુરા દેશ અને ગુજરાતમાં વિકાસની જે લહેર ચાલે છે તે જન સમર્થન ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરતા નરેન્દ્ર ભાઈ મોદી, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લાના રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ, પ્રભારી અમિતભાઈ ઠાકર, રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં ભાજપના વિજયનો પરચમ લહેરાઈ રહ્યો છે.