- નગરપાલિકાનાં 9 વોર્ડની 36 બેઠકો માટે 161 ઉમેદવારોએ માંગી ટીકીટ
- જિલ્લા પંચાયતની 50 બેઠકો માટે 344 દાવેદારો નોંધાયા
- તાલુકા પંચાયતની 238 બેઠકો માટે 735 ઉમેદવારોએ માંગી ટીકીટ
દાહોદ: કોરોના મહામારી વચ્ચે ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરતા જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે દાહોદ જિલ્લામાં જીલ્લા પંચાયતની 50 બેઠકો, 9 તાલુકા પંચાયતની 238 બેઠકો અને દાહોદ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી યોજાનારી છે. ચૂંટણીનાં પડઘમ વાગતાં જ વિવિધ રાજકીય પક્ષોનાં આગેવાનો નેતાઓ પોતાના પક્ષને જીતાડવા માટે કામે લાગી ગયા છે.
ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ યોજી પ્રેસ કોન્ફરન્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપનાં દાહોદ જિલ્લાનાં પ્રભારી અમિતભાઈ ઠાકર અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિમાં પ્રદિપસિંહ જાડેજાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જિલ્લા નિરીક્ષકો દ્વારા ઉમેદવારોને સાંભળવામાં આવ્યા છે. આ રિપોર્ટ જિલ્લા સંકલન સમિતિમાં રજૂ થયા બાદ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાંથી પસંદગી કરી આખરી ઓપ આપવામાં આવશે.