દેશમાં મોખરાનું સ્થાન ધરાવતી બેંક ઓફ બરોડા રાષ્ટ્રીયકૃત બેન્ક દ્વારા ગ્રાહકોને સારી બેન્કિંગ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. જિલ્લાની લીડ બેંક તરીકે ઓળખાતી બેંક ઓફ બરોડાના 112માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે કર્મચારીઓ દ્વારા દાહોદ શહેરના વિવિધ રાજમાર્ગો પર મોટરસાયકલ રેલી યોજવામાં આવી હતી. આ રેલી કર્મચારીઓએ બેંકની સેવાઓ બાબતે જનજાગૃતિના હેતુથી યોજવામાં આવી હતી.
બેન્ક ઓફ બરોડાના 112માં સ્થાપના દિવસે બાઈક રેલીનું આયોજન - bank of baraoda
દાહોદઃ દેશની રાષ્ટ્રીયકૃત બેન્ક, બેન્ક ઓફ બરોડાના 112માં જન્મદિવસ નિમિત્તે બેંક કર્મચારીઓ દ્વારા દાહોદ શહેર માર્ગોપર રેલી યોજવામાં આવી હતી. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ તેમજ પ્રાથમિક શાળાઓમાં દફતર વિતરણ સહિત વિવિધ કાર્યક્રમો કરી જન્મદિવસ ઉજવણી કરી હતી.
બેન્ક ઓફ બરોડાના 112મા સ્થાપના દિવસે બાઈક રેલી યોજાય
દાહોદ જિલ્લાની વિવિધ બ્રાન્ચોના કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓ દ્વારા 112 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું તદ્ઉપરાંત બેંક ઓફ બરોડા દ્વારા દાહોદ શહેર મધ્યે આવેલી તાલુકા કુમાર અને કન્યા પ્રાથમિક શાળામાં ગરીબ બાળકોને દફતર નિશુલ્ક વિતરણ કરી ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. અંધારામાં ખુરશીની સહાય કરવામાં આવી હતી આમ, જિલ્લાની વિવિધ બ્રાન્ચ દ્વારા વિવિધ સેવાકિય કાર્યો કરવામાં આવ્યા હતા.