દાહોદ લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એક કાંટાની ટક્કરએ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. બંને રાજકીય પક્ષો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેમજ પ્રજા સમક્ષ જીત માટે શક્તિપ્રદર્શનનો પણ કરી રહ્યા છે. આજે કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ કટારાએ ઝાલોદ નગર, લીમડી નગર અને દાહોદ શહેરમાં રોડ શો કરવામાં આવ્યો હતો. દાહોદ શહેરમા આઈ.ટી.આઈથી નીકળેલ બાબુભાઈ કટારાની રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને કોંગ્રેસી કાર્યકરો ઊમટ્યા હતા.
કોંગ્રેસ ઉમેદવાર બાબુ કટારાએ યોજ્યો રોડ શો - road show
દાહોદ: લોકસભા કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ કટારાએ લીમડી ઝાલોદ અને દાહોદ શહેરમાં રોડ શો કર્યો હતો. બાબુભાઈ કટારાના રોડ-શોમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. રાજ્ય સહિત દાહોદ લોકસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઝાલોદ, લીમડી અને દાહોદ શહેરમાં વિશાળ રોડ શો કરવામાં આવ્યા હતો. બાબુભાઈ કટારાનુ શહેરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
બાબુભાઈ કટારાએ ટ્રકમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિરીટભાઈ પટેલ, દાહોદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય વજેસિંહ ભાઈ પણદા સાથે જનતાનું અભિવાદન ઝીલ્યું હતું બાબુભાઈ કટારાનુ વિવિધ સમાજના લોકો દ્વારા બસ સ્ટેશન, સ્વામી વિવેકાનંદ ચોક, નગરપાલિકા, યાદગાર ચોક, પડાવ સહિત વિવિધ જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું. બાબુભાઈ કટારાના રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ બાબુભાઈ કટારાની જીતના ગીતો ગાઇ આકર્ષણ બનાવતા જોવા મળ્યા હતા. આ રોડ શો દરમિયાન શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકના જામના દ્રશ્યો સર્જાતા જોવા મળ્યા હતા.