- પરેલ સી સાઈટ નજીક રેલવે ક્રોસિંગ પર ગુડ્સ ટ્રેનની અડફેટે રીક્ષા 40 ફૂટ સુધી ઘસડાઇ
- રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત
- ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી, કોઇ જાનહાનિ નહીં
- RPFસ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યો
દાહોદઃ દાહોદ રેલવે વર્કશોપમાં (Dahod Railway Workshop) સમારકામ માટે આવેલી ગુડ્સ ટ્રેનની બોગી આજે વર્કશોપમાંથી રીપેર થઈ રિવર્સમાં રેલવે સ્ટેશન તરફ જઈ રહી હતી. આ સમયે ક્રોસિંગ પરથી પસાર થઇ રહેલી પેસેન્જર રીક્ષા રિવર્સમાં આવી રહેલી રેલવે બોગીના પાછળના ભાગે અથડાતા રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.કોઇ જાનહાનિ થઇ નથી પણ એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઇ હતી
આ પણ વાંચોઃ મીની લોકડાઉનમાં ફાઇનાન્સ પર લીધેલી ઓટોના ડ્રાઇવરો બન્યા બેરોજગાર, કેવી રીતે ભરવા હપ્તા?