દાહોદ: જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીના ભાઈને મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, તપાસ હાથ ધરાતા જાણવા મળ્યું હતું કે, ગરબાડા નગરમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
દાહોદમાં એક જ પરિવારના 5 સભ્યોને કોરોના, પરિવારના ભાઈ પર હુમલો, વીડિયો વાયરલ
દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં એક પરિવારના પાંચ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના વિસ્તારમાં રહેતા કેટલાક ઈસમોએ આ પરિવારના સભ્યો સાથે ઝઘડો કર્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચ્યો છે.
કોરોના પોઝિટિવ
આજ વિસ્તારમાં રહેતા કેટલાક ઈસમો દ્વારા આ પરિવારને ત્યાં જઈ અપશબ્દો બોલવામાં આવ્યા હતાં. તેમજ તમારા કારણે આ બધુ થયું તેમ કહી કોરોનાગ્રસ્ત યુવકના ભાઈને કેટલાક ઈસમોએ સાથે મળી માર માર્યો હતો.
ગરબાડાના આ કોરોનાગ્રસ્ત પરિવાર દ્વારા દાહોદના ઉચ્ચ અધિકારીઓને આ બનાવ અંગે જાણ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી પોતાના પરિવારને સુરક્ષા મળી રહે તે માટે રજુઆત પણ કરવામાં આવી હતી.