દાહોદ : વિધાનસભા ઇલેક્શનમાં આજે ચાર રાજ્યોના રિઝલ્ટ જાહેર કરાતાં ચારમાંથી ત્રણ રાજ્યોમાં ભગવો લહેરાતા દાહોદ ભાજપ કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી. દાહોદ નગરપાલિકા ચોક ખાતે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તથા નગરપાલિકા કાઉન્સિલર દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યાં હતાં જ્યાં કાર્યકરો આનંદથી ઝૂમી ઉઠ્યાં હતાં.
કાર્યકર્તાઓમાં આનંદની લાગણી : દાહોદ જિલ્લાનાં દાહોદ ગરબાડા ઝાલોદ દેવગઢ બારીયા ધાનપુર લીમખેડા ફતેપુરા સિંગવડ સંજેલી સહિતના શહેરોમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર હોવાથી પણ કોંગ્રેસ પોતાની સતા બચાવી રાખવા ધમપછાડા કરતી હોય તેમ બંન્ને રાજ્યોમાં ભાજપ લીડ સાથે આગળ ધપતાં ભાજપના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.
આ મોદી લહેર છે તથા ત્રણ રાજ્યોની અંદર ભાજપ લીડથી આગળ વધી રહ્યો છે. જેને લઈને ભાજપના તમામ કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવ્યા હતાં. આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે તેવી આશા વ્યક્ત કરી હતી. ચારે રાજ્યની અંદર મોદી લહેર સ્પષ્ટપણે જોવાઈ રહી છે જેમાં જ્યાં કોંગ્રેસે પોતાની સત્તા ટકાવી રાખવા માટે પણ મથામણ કરી ત્યાં પણ ભાજપે પોતાનો ભગવો લહેરાવી દીધો છે...કનૈયાલાલ કિશોરી ( દાહોદ ધારાસભ્ય )
વિજયનો અણસાર આવતાં જ ઉત્સાહ :મધ્ય પ્રદેશની 230 સીટોમાંથી ભાજપ 65 ઉપર જીત અને 101 સીટો પર લીડથી આગળ હતી જયારે કોંગ્રસના 15 સીટો પર જીત 48 સીટો પર લીડ છે જ્યારે ભાજપ 1 સીટ પર જીત મેળવી ચૂકી છે. રાજસ્થાનની 199 સીટોમાં ભાજપ 88 પર વિજયી તથા 27પર લીડથી આગળ ધપી હતી અને કોંગ્રેસ 48 પર વિજયી તથા 21 સીટો પર લીડ પર રહી છે જ્યારે અને છત્તીસગઢની 90 બેઠકો 13 સીટો પર ભાજપ વિજયી અને 42 સીટોમાં આગળ ચાલી રહી છે. જ્યારે કૉંગ્રેસ 7 પર વિજયી તથા 28 પર લીડથી આગળ વધી રહી છે તેમ સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. જ્યારે તેલંગાણાની 119 સીટોમાં ભાજપને કારમો પરાજય જોવા મળી રહ્યો છે. જેમાં ભાજપને 8 સીટોમાં 4 સીટોમાં લીડ અને 4 સીટોમાં વિજયી થયા છે. જ્યારે કોંગ્રસ 34 સીટો પર વિજયી અને 30પર લીડથી આગળ ધપી રહી છે જેમાં કોંગ્રસના સ્પષ્ટ બહુમતી જોવા મળી એવામાં જ કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થવા લાગ્યો હતો.
ફટાકડા ફોડી વિજયની ઉજવણી : રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે, જેમાં તેલંગણાને બાદ કરતાં ભાજપ ત્રણેય રાજ્યોમાં આગળ ધપી રહેતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમર્થકોનું કહેવું છે કે હવે ભાજપની જીત નિશ્ચિત બની જતા દાહોદ વિધાનસભાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા દાહોદ નગરપાલિકા ચોક ખાતે સમર્થકો સાથે ફટાકડા ફોડી આનંદમાં ઝૂમી ઉઠ્યાં હતાં.
- વિકાસની રાજનીતિનો વિજય; તમામ રાજ્યમાં ડબલ એન્જિન સરકારથી દેશનો ગ્રોથ વધશે : ભૂપેન્દ્ર પટેલ
- પાટણ ભાજપે વિજયોત્સવ મનાવ્યો, ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઇ જીતનો જશ્ન
- ચાર રાજ્યોમાં ભાજપનો જવલંત વિજય, જામનગરમાં જિલ્લા ભાજપે કરી ઉજવણી