ગુજરાત

gujarat

By

Published : Mar 21, 2020, 10:26 AM IST

ETV Bharat / state

દાહોદ જિલ્લામાં 144 કલમ લાગુ કરાઈ

જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લઇ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 144 હેઠળ એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી સમગ્ર જિલ્લામાં આગામી 31 માર્ચ સુધી ચારથી વધુ માણસોના એકત્ર થવા સહિતની બાબતો પર પ્રતિબંધ લગાવ્યો છે. કોરોના વાઈરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દાહોદમાં કલેકટર વિજય ખરાડી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 144 હેઠળ પ્રસિધ્ધ કરાયું છે.

dahod
dahod

દાહોદઃ કોરોના વાઈરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દાહોદમાં કલેકટર વિજય ખરાડી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 144 હેઠળ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં જાહેરમાં ચારથી વધુ વ્યક્તિઓએ એકત્ર થવું નહી અને હેરાફેરી કરવી નહી.

દાહોદ જિલ્લામાં 144 કલમ લાગુ કરાઈ

જિલ્લામાં હાટબજાર, સભા, સરઘસ, રેલી અને જાહેર મેળાઓનું આયોજન કરવું નહી આ ઉપરાંત થિયેટરો, નાટ્યગૃહ, સ્નાનાગર બંઘ રાખવા, બસ અને રેલ્વે સ્ટેશન વિસ્તાર, ખાણીપીણીના કેન્દ્રોમાં ગંદકી ફેલાવી નહી અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ સેનિટાઇઝેશન તથા હાઇઝીન કરી પૂરતી તકેદારી રાખવા જણાવાયું છે. તેમજ જાહેર સ્થળોએ થુંકવુ નહી કે ગંદકી ફેલાવી નહી. આ ઉપરાંત કોરોના વાયરસ અંગે અફવા ફેલાવી નહી. કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી આવેલા વ્યક્તિ અંગે સત્વરે નજીકની સરકારી હોસ્પિટલ, સ્થાનિક ગ્રામ સ્વરાજની સંસ્થા ખાતે ફરજિયાત હેલ્પલાઇન નંબર 104 અથવા 02673-239277 પર જાણ કરવી.

આ ઉપરાંત આરોગ્યલક્ષી કામગીરી કરનારા કર્મચારી-અધિકારીઓને સહકાર આપવાનો રહેશે અને માંગ્યા મુજબની માહિતી આપવાની રહેશે. જો કોઈ તેનું ઉલ્લંઘન કરશે તો તે વ્યક્તિ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામાના ભંગ થાય તો પોલીસ કોન્સ્ટેબલથી લઇ નાયબ પોલીસ અધિક્ષકને ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ તકે જાહેરનામાનું ઉલ્લંઘન સજાને પાત્ર ગુનો છે.


ABOUT THE AUTHOR

...view details