ગુજરાત હવામાન વિભાગ દ્વારા 29 અને 30 જુલાઈના રોજ દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ પણ કરવામાં આવ્યું છે. આગાહીને પગલે બે દિવસથી હવામાનમાં પલટો અને વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે કુદરતી આપત્તી ઉભી થવાની શક્યતાને લીધે NDRF ના 25 સભ્યો દાહોદમાં તૈનાત કરવામાં આવ્યા છે.
દાહોદમાં વરસાદની આગાહીના પગલે NDRFની ટીમ તૈનાત - ઈટીવી ભારત
દાહોદઃ હવામાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં બે દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે NDRF ની 25 સભ્યોની ટીમે દાહોદમાં ધામા નાખ્યા છે. સાથે જ વરસાદની આગાહીને લીધે તંત્રએ કર્મચારીઓને રજાઓ રદ કરી હેડક્વાર્ટર નહીં છોડવા આદેશ આપ્યો છે.

NDRF
જિલ્લા વહીવટીતંત્ર અને સિંચાઇ વિભાગ દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં સ્થાનિકોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે. તેમ જ સરકારી કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાનો આદેશ ફરમાવામાં આવ્યો છે.
દાહોદમાં NDRF ની ટીમે ધામા નાખ્યા