દાહોદ જિલ્લામાંથી પસાર થઇ રહેલા મુંબઈ ગુડગાવ એક્સપ્રેસ કોરિડોર માટે વહીવટી તંત્ર દ્વારા જમીન સંપાદનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આદિવાસી વિસ્તારમાંથી પસાર થતા આ કોરિડોર એક્સપ્રેસ માટે કરવામાં આવી રહેલી જમીન સંપાદનના સામે ગ્રામીણ જનોમાં ભારે રોષ ફાટયો હતો.જિલ્લા વહીવટીતંત્ર અને ગ્રામીણ જનો દ્વારા જુદાજુદા આવેદનપત્ર આપીને કોરિડોર નહીં કાઢવા માટે તેમજ એરપોર્ટ અને કોરિડોરની જમીન સંપાદન નહીં કરવા રજૂઆત કરવામાં આવી હતી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા જમીન સંપાદનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, એક્સપ્રેસ કોરિડોર માટે જમીન સંપાદન કામગીરી શરૂ કરાતા અસરગ્રસ્ત ખેડૂતો તેમજ રાજકીય આગેવાન અને નેતાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે જ જમીન સંપાદન નહીં કરવા તેમજ હાઇકોર્ટમાં દાખલ થયેલા કેસનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી કામગીરી અટકાવવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.
જમીન સંપાદનના વિરોધમાં ગ્રામીણએ કલેકટરને આપ્યું આવેદનપત્ર - Collector
દાહોદ: જિલ્લામાંથી પસાર થતા બોમ્બે ગુડગાંવ ગુડસ એક્સપ્રેસ કોરિડોર અને એરપોર્ટની જમીન સંપાદનના વિરોધમાં ગ્રામીણજનો મોટી સંખ્યામાં જિલ્લા કલેકટર કચેરીએ રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર સાથે કોર્ટનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી જમીન સંપાદન નહીં કરવાની માંગ કરી હતી.
જમીન સંપાદનના વિરોધમાં ગ્રામીણએ કલેકટરને આપ્યું આવેદનપત્ર
આ રજૂઆત સાથે દાહોદમાં નવીન બનવા જઇ રહેલા એરપોર્ટ માટે જમીન સંપાદન કરવાના વિરોધમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લામાંથી પસાર થતા અન્ય નેશનલ હાઈવેને પહોળા કરી ગુડ્સ એક્સપ્રેસ કોરિડોર કાઢવાની માંગ કરવામાં આવી હતી. તેમજ રોડ માટે નવી જમીન સંપાદન નહીં કરવા માટેની માંગ કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર વિજય ખરાડીએ ગ્રામીણની રજૂઆત સાંભળી તેમના વિશે સરકારમાં રજૂઆત કરી ઘટતું કરવા આશ્વાસન આપવામાં આવ્યું હતું.
Last Updated : Jul 5, 2019, 8:23 PM IST