સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે એક જ પરિવારના માતા-પિતા સહિત છ સભ્યોની ક્રુર હત્યા કરવામાં આવી હતી. જેના પગલે સમગ્ર પંથકમાં આદિવાસી સમાજમાં અસલામતી અને ભયની લાગણી ઉભી થવા પામી છે.
દાહોદમાં સામુહિક હત્યાની તપાસ CIDને સોંપવા આવેદનપત્ર પાઠવાયું - સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાંન્ચ
દાહોદ: સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે છ લોકોના સામુહિક હત્યાના આરોપી સુધી પહોંચવામાં પોલિસ પણ ટુંકી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ હજુ તર્કના ઘોડા દોડાવી સમય વ્યતિત કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. તેવા સમયે દાહોદ પંથકમાં હત્યારાઓને પકડી પાડી ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ દિન-પ્રતિદિન બુલંદ બની રહી છે, ત્યારે જિલ્લાના આદિવાસી સમાજે હત્યાકાંડના દોષિત આરોપીઓને ઝબ્બે કરવા માટે તપાસનો આ મામલો સ્પેશિયલ સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાંન્ચને સોંપવાની અને આરોપીઓને ફાંસીની સજાની માંગણી સાથેનું આવેદનપત્ર મામલતદારને સોપ્યુ હતું.
CID ક્રાઇમને સોંપવા આવેદનપત્ર પાઠવ્યું
આ બનાવ બાદ હત્યારાઓને ફાંસીની સજા કરવામાં આવે અને આ કેસ ગંભીર સચોટ તપાસ માટે સ્પેશિયલ સી.આઈ.ડી.ક્રાઈમ બ્રાંન્ચને સોંપવા આવે તેવો આદિવાસ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી અનુરોધ કર્યો છે. આ તકે આદિવાસી સમાજ દ્વારા સમગ્ર પંથકમાં બંધનું એલાન અને આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.