- દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટરને આવેદન
- માજી સાંસદ કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો રહ્યા ઉપસ્થિત
- ત્રણ કાળા કાયદાઓ પરત ખેંચી રદ કરવા રાષ્ટ્રપતિને અનુરોધ
દાહોદ : જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારીને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, મોદી સરકારે ત્રણ કાળા કાયદા ઘડીને દેશના 62 કરોડ અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગીરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ધૃણાસ્પદ ષડયંત્ર રચ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. વધુમાં જણાવ્યા અનુસાર, મોદી સરકાર દ્વારા પ્રસ્થાપિત સંસદીય પ્રણાલીનો ભંગ કરીને મૌખિક મતદાન દ્વારા ઉતાવળે ચર્ચા વગર પસાર કરવામાં આવેલ કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદાઓ તાત્કાલિક પરત ખેંચી રદ કરવા રાષ્ટ્રપતિને અનુરોધ કરવામાં આવ્યો છે.