દાહોદઃ દાહોદમાં વધતા જતાં કોરોના સંક્રમણના પ્રકોપને કારણે નગરના વેપારી મંડળ, વિવિધ સમાજ તથા સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા તારીખ 20 જુલાઈથી તારીખ 1 ઓગસ્ટ સુધી દાહોદ શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન સાથે જનતા કરફ્યું રાખવાની અપીલ કરવામાં આવી છે. માત્ર દૂધ તથા શાકભાજી સવારે 11 સુધી તેમજ મેડીકલ સવારના 9થી બપોરના 3 સુધી ચાલુ રાખવા દાહોદ નગરપાલિકા દ્વારા જણવાયું છે.
દાહોદ શહેરમાં 20 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી સ્વૈચ્છિક લોકડાઉન અને જનતા કરફ્યુની અપીલ - gujarat corona update
દાહોદમાં વધતા જતાં કોરોના સંક્રમણના પ્રકોપને કારણે નગરના વેપારી મંડળ, વિવિધ સમાજ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તારીખ 20 જુલાઈથી તારીખ 1 ઓગસ્ટ સુધી દાહોદ શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન સાથે જનતા કરફ્યું રાખવાની અપીલ કરવામાં આવી છે.
કોરોના રૂપી મહામારીનો વિકરાળ પંજો વધુને વધુ વિસ્તારોમાં ફેલાવી દાહોદ શહેર સહિત જિલ્લામાં ભરડામાં લીધો છે. દિન-પ્રતિદિન કોરોના સંક્રમણના કેસો શહેર સહિત જિલ્લામાં વધવા માંડ્યા હોવાની ગંભીરતાને ધ્યાને લઈનેએ વેપારી સંકુલો, આર્થિક સંસ્થાનો, ઉદ્યોગ કેન્દ્રો, ધાર્મિક સંગઠનો, વેપારી મહાજન, વિવિધ વેપારી સંગઠનના નેતાઓને દાહોદ નગરપાલિકા દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.
કોરોના સંક્રમણને વધતું અટકાવવા સૌએ સાથે મળીને સઘન પ્રયાસો કરવા હિતાવહ છે અને છેલ્લા કેટલાક સમયથી દાહોદ નગરના તમામ સમાજ, વેપારી સંગઠનો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા દાહોદ નગરપાલિકામાં આવીને રજૂઆતો તેમજ વિનંતી કરી હતી. જેને ધ્યાને રાખી પાલિકા દ્વારા તારીખ 20મી જુલાઈથી તારીખ 1 ઓગસ્ટ સુધી સ્વૈચ્છિક લોકડાઉન સાથે જનતા કરફ્યું રાખવાના નિર્ણય સાથે જાહેર જનતાને આ કરફ્યુનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. માત્ર દૂધ તથા શાકભાજી સવારે 11 સુધી તેમજ મેડીકલ સવારના 9થી બપોરના 3 સુધી ચાલુ રાખવા દાહોદ નગરપાલિકા દ્વારા જણવાયું છે.