દાહોદ : શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં રહેતા જયકિશન મનસુખલાલ દેવડાને કરણીયાના સમસ્યા હોવાથી વડોદરા ખાતે હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા ગયા હતા. વડોદરાના સત્તાધીશો દ્વારા આ બાબતની જાણ થતાં તેઓ એ પહેલા કોરોના રિપોર્ટ કરાવવા સેમ્પલ લીધા હતા. જ્યાં તેઓના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
દાહોદમાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ, જિલ્લામાં કુલ 47 સંક્રમિત - Another positive case of corona in Dahod
દાહોદમાં આજે વધુ એક કોરોનાનો રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. આ દર્દી કેટલાક દિવસો પુર્વે વડોદરા ખાતે ઓપરેશન કરાવવા ગયા હતા અને તે પહેલા તેનો કોરોના રિપોર્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં આ દર્દીને દાહોદ ખાતે રવાના કરાતા તેને આરોગ્ય તંત્ર દ્વારા દાહોદની કોવિડ-૧૯ હોસ્પિટલ ઝાયડસ ખાતે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.
દાહોદમાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ, જિલ્લામાં કુલ 47 સંક્રમિત
વડોદરાના સત્તાધીશો દ્વારા જયકિશનભાઈને દાહોદ ખાતે રવાના કર્યા હતા અને દાહોદના સત્તાધીશોને આ બાબતની જાણ કરી હતી. કોરોનાને પગલે હાલમાં જયકિશનભાઈને જિલ્લાની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓના સંપર્કમાં આવેલા બીજા કેટલાક વ્યક્તિઓનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. આમ, દાહોદમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવનો આંકડો 47 પર પહોંચ્યો છે અને હાલમાં 5 કેસ એક્ટિવ છે.