દાહોદમાં આંગણવાડી વર્કરે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું - કલેકટર
દાહોદ: જિલ્લામાં ફરજ બજાવતી આંગણવાડી વર્કર અને કાર્યકરોએ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ રેલી યોજીને પોતાની પડતર માંગણીઓને લઇને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જિલ્લાના નવ તાલુકાને ગ્રામ પંચાયત અને શહેરી વિસ્તારમાં આઇસીડીએસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આંગણવાડીઓમાં ફરજ બજાવતી તેડાગર બહેનો અને આંગણવાડી વર્કર બહેનોની વર્ષો જૂની 12 જેટલી પડતર માંગણીઓને સરકાર દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. જેના કારણે દાહોદ જિલ્લાની આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોએ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી અને સરકારની નવી શિક્ષણ નીતિ આંગણવાડી કેન્દ્રોને પ્રાથમિક શાળામાં લઈ જવાની ભલામણ સહિત વિવિધ નીતિઓનો વિરોધ કરી 12 જેટલી પડતર માંગણીઓની માગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ તેમની માગોને સંતોષવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.