દાહોદના ફતેપુરા તાલુકાના સલરા ગામે સવારના સમયે વળાંકમાં ફતેપુરા-અમદાવાદ-અંજાર એક્સપ્રેસ બસ અને દાહોદ-ખેડાપા બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને એસ.ટી.બસમાંથી બહાર કાઢી સારવાર માટે દવાખાને મોકલવાની તજવીજ હાથ ધરી હતી.
દાહોદમાં બે એસ.ટી. બસો વચ્ચે અકસ્માત, 15થી વધુ લોકો ઘાયલ - Gujarati news
દાહોદઃ ગુરૂવારે ફતેપુરા-અમદાવાદ-અંજાર અને દાહોદ-ખેડાપા એસ.ટી. બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બસ ડ્રાઈવર સહિત આશરે 15 મુસાફરોને ઇજા થઇ હતી. આ તમામ ઇજાગ્રસ્તોને ફતેપુરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બનાવ સંદર્ભે એસ.ટી. વિભાગ અને પોલીસે તપાસ હાથ ધરી છે.

દાહોદ
દાહોદમાં બે એસ.ટી બસો વચ્ચે અકસ્માત
આ તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેમજ વધુ ઇજા પામનાર ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે બીજે ખસેવામાં આવ્યા હતા. જ્યારે બસના ચાલકને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. એસ.ટી. વિભાગના કર્મચારીઓએ આ ઘટના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પોલીસ વિભાગ દ્વારા પણ આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.