ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ જિલ્લા પંચાયતના બે કર્મચારીઓ કોરોના સંક્રમિત બનતા જિલ્લા પંચાયત ભવનની તમામ કચેરીઓની 26મી જુલાઈ સુધી બંધ કરાઇ - કોરોના વાઈરસ

દાહોદ જિલ્લા પંચાયતમાં બે વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 26મી જુલાઈ સુધી જિલ્લા પંચાયત બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા આ બે વ્યક્તિઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓની ટ્રેસીંગ કામગીરી હાથ કરી ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.

દાહોદ જિલ્લા પંચાયતના બે કર્મચારીઓ કોરોના સંક્રમિત બનતા જિલ્લા પંચાયત ભવનની તમામ કચેરીઓની 26મી જુલાઈ સુધી બંધ કરાઇ
દાહોદ જિલ્લા પંચાયતના બે કર્મચારીઓ કોરોના સંક્રમિત બનતા જિલ્લા પંચાયત ભવનની તમામ કચેરીઓની 26મી જુલાઈ સુધી બંધ કરાઇ

By

Published : Jul 24, 2020, 3:26 AM IST

દાહોદઃ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી કોરોના સંક્રમણના કારણે પોઝિટિવ આવ્યા બાદ હાલ તેમને રજા આપવામાં આવી છે. પરંતુ જિલ્લા પંચાયત ભવનમાં ફરજ બજાવતા વધુ બે કર્મચારીઓ કોરોના સંક્રમણમાં આવવાના કારણે જિલ્લા પંચાયત કચેરીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

દાહોદ જિલ્લા પંચાયતના બે કર્મચારીઓ કોરોના સંક્રમિત બનતા જિલ્લા પંચાયત ભવનની તમામ કચેરીઓની 26મી જુલાઈ સુધી બંધ કરાઇ

આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાવાઈરસના પોઝિટિવ આવેલા બંને કર્મચારીઓના સંપર્ક અને ટ્રાવેલ્સ હિસ્ટ્રીની ચકાસણી કરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયત ભવનની કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાના કારણે જિલ્લા પંચાયત તંત્ર દ્વારા 26મી જુલાઈ સુધી દાહોદ જિલ્લા પંચાયતની તમામ શાખાઓ બંધ કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓના સંપર્કમાં આવેલા પરિવારજનો સહિત લોકોને ક્વોરેન્ટાઈન પણ કરી દેવામાં આવ્યા છે. સાથે જ વધુમાં ટ્રેસીંગ કામગીરી સહિત સેનેટાઈઝીંગની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details