ગુજરાત

gujarat

ETV Bharat / state

ધાનપુર તાલુકાનો અદલવાડા ડેમ ઓવરફલો, હેઠવાસના ગામોને એલર્ટ કરાયા - Adalwada Dam overflow

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલો અદલવાડા ડેમ તેની 237.30 મીટરની પૂર્ણ સપાટી સુધી ભરાયા બાદ ઓવરફ્લો થયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી તેમજ ડેમના જળ સ્ત્રોત વિસ્તારમાં વધુ વરસાદ પડવાની શક્યતાના કારણે ડેમના હેઠવાસમાં આવેલા છ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

અદલવાડા ડેમ ઓવરફલો
અદલવાડા ડેમ ઓવરફલો

By

Published : Sep 1, 2020, 3:08 PM IST

દાહોદ: જિલ્લામાં વરસાદી સિસ્ટમ ડેવલપ થવાના કારણે છેલ્લા પખવાડિયાથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આ મેઘમહેરને કારણે જિલ્લાના નદી-નાળાઓ બે કાંઠે વહેવાની સાથે નાના મોટાં તળાવો અને જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે.

જિલ્લામાં આવેલા 8 જળાશયો પૈકી પાંચ જળાશયો અગાઉ ઓવરફલો થઇ ચુક્યા છે, જ્યારે ધાનપુર તાલુકામાં આવેલા અદલવાડા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બપોરના સમયે ડેમમાં પૂર્ણ સપાટી 237.30 મીટર સુધી પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો હતો.

અદલવાડા ડેમ ઓવરફ્લો થતા તેમજ ઉપરવાસના વિસ્તારમાં વધુ વરસાદ પડવાની શક્યતા હોવાથી દાહોદ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા આગમચેતીના પગલા સ્વરૂપે ડેમના હેઠવાસમાં આવેલા છ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

અદલવાડા જળાશય યોજનામાં આવેલા લીમખેડા તાલુકાના બોગાડવા, અદલવાડા, ખોખબેડ, મોઢવા, રામપુર, વેડ ગામોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. આ અંગે તંત્રની સંલગ્ન કચેરીઓને પણ એલર્ટ રહેવા સૂચના અપાઇ છે.

ABOUT THE AUTHOR

...view details