ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં જાહેરનામાનો ભંગ કરી નમકીનની દુકાન ખોલનારા વેપારી સામે કાર્યવાહી - Corona Virus Upates

કોરોના સંક્રમણને વધુ વકરતા અટકાવવા માટે સરકાર દ્વારા લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. તેવા સમયે દાહોદમાં ફરસાણ વેપારી જાહેરનામાનો ભંગ કરી દુકાન ચાલુ રાખતા નગરપાલિકા તંત્રે દુકાનને સીલ મારી કાયદેસરની કાર્યવાહી કરતા અડધી દુકાન ચાલુ રાખનારા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

Etv Bharat, Gujarati NEws, Dahod NEws, Corona Virus News
Corona Effect in Dahod

By

Published : Mar 28, 2020, 8:52 PM IST

દાહોદ: કોરોના સંક્રમણને નાથવા માટે સમગ્ર દેશમાં લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. શહેરમાં પણ લૉકડાઉનની કડક અમલવારી કરવાની સાથે વહીવટીતંત્ર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓને અમુક સમય માટે છૂટછાટ આપી છે. તેવા સમયે દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલા રામેશ્વર નમકીન નામક ફરસાણવાળાએ પોતાની દુકાન ખોલીને વેપાર કરી રહ્યો હતો. તે સમયે આવી પહોંચેલી દાહોદ નગરપાલિકાની ટીમે ફરસાણની દુકાનને સંચારબંધીના ભંગ કરવા બદલ સીલ મારી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

જાહેરનામાનો ભંગ કરી નમકીનની દુકાન ખોલનારા વેપારી સામે કાર્યવાહી

લૉકડાઉનની પરિસ્થિતિમાં વહીવટી તંત્ર નગરજનોના હિતને ધ્યાનમાં રાખી કોરોના સંક્રમણને વધુ વકરતા રોકવા માટે કડક અમલવારી કરાવી રહી છે. આ સાથે સાથે આરોગ્યતંત્ર પણ દરેક પરિસ્થિતિને પહોંચી વળવા મથામણ કરી રહ્યા છે, ત્યારે આવા કટોકટીના સમયે જેટલી જવાબદારીઓ વહીવટીતંત્રની છે તેટલી જવાબદારી શહેરીજનોની પણ છે. જેને સ્વીકારી સૌએ સરકારી આદેશોનું પાલન કરી સાચા અર્થમાં દેશ સેવામાં પોતાનો ફાળો આપવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details