દાહોદ: જિલ્લાના ખરોડ ગામના રહેવાસી રમકુભાઈ સામાભાઈ અમલીયારે સગીર યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી અને દુષ્કર્મના ગુનામાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
દાહોદ સબ જેલમાં દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા કાચા કામના કેદીએ આત્મહત્યા કરી - દાહોદના સમાચાર઼
દાહોદ જિલ્લાના ખરજ ગામના વતની અને દાહોદ સબ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા આરોપીએ વહેલી પરોઢે બાથરૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. જેથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કેદીએ આત્મહત્યા કરી
કોર્ટ દ્વારા રમકુના જામીન નામંજૂર કરાયા હતા અને આરોપીને જુડીશીયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. દાહોદ સબજેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલા રમકુએ વહેલી પરોઢે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમાર્ટ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.