ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદના પીપલોદ હાઇવે પર સ્વિફ્ટ ગાડીના ચાલકે બે બાઇકને અડફેટ લેતા બેના મોત, ત્રણ ગંભીર - પીપલોદ હાઇવે

દેવગઢ બારિયાના પીપલોદ હાઇવે પર સ્વિફ્ટ ગાડીના ચાલકે બે બાઇકને અડફેટે લેતા એકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યુ હતું જ્યારે અન્ય એકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા બાદ મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ ગંભીર હાલતમાં સારવાર અર્થે દાખલ કરાયા છે.

પીપલોદ હાઇવે પર અકસ્માત
પીપલોદ હાઇવે પર અકસ્માત

By

Published : Jun 1, 2020, 4:57 AM IST

દાહોદ : દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામ નજીક હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકમાં સવાર બે લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામના ડાહ્યાભાઈ સોનાભાઈ બારીયા તેમજ પંકજભાઈ ડાયાભાઇ બારિયા સ્પ્લેન્ડર જીજે 20 કે 9393 તેમજ બીજી એક બાઈક નંબર જીજે 20 એજી 4096 પર સવાર ફુલસિંહભાઈ રૂપાભાઈ પટેલ, જશવંતભાઈ રણછોડભાઈ પટેલ તથા કિરણ જશવંત પટેલ હાઈવે રસ્તા ઉપર પીપલોદ ગામના ખાંડાકુવા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન દાહોદ તરફથી એમ પી 09 સીએમ 9140 નંબરની સ્વિફ્ટ ગાડીના ચાલકે પાછળથી બંને બાઇકને અડફેટે લેતા બંને બાઈક ફંગોળાઈ ગયા હતા.

આ ઘટનાને પગલે પંકજભાઈ ડાયાભાઇ બારિયાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ચાર લોકોને એમ્બ્યુલન્સ મારફતે દાહોદ અને ગોધરા સારવાર અર્થે ખસેડ્યા હતા. જેમાં ફુલસિંહભાઈ રૂપાભાઈ પટેલને વધુ સારવાર મળે તે પહેલાં જ રસ્તામાં મોત નીપજ્યું હતું. આ સમગ્ર અકસ્માતની જાણ પોલીસને કરતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details