દાહોદઃ નાની ઢઢેલી ગામે ચાંદલા વિધિ અને રીતરિવાજો પૂર્ણ કર્યા બાદ ત્યાંથી પરત ફરતા નાનાબોરીદા ગામે મંદિર પાસેના વળાંકમાં કાળુભાઈ પરમારે પોતાના કબજાની ગાડી ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી રસ્તાની સાઈડમાં આવેલા વૃક્ષ સાથે બાઈક ટકરાઈ હતી. જેમાં કાળુભાઈ, સુરેશભાઈ તથા નરેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સુરેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
ફતેપુરાના નાના બોરીદા ગામ નજીક અકસ્માત, 2ના મોત - Accident in Fatepura taluka
ફતેપુરા તાલુકાના નાનીઢઢેલી ગામે એક અકસ્માત થયો હતો. બાઈક ચાલક કાબૂ ગુમાવતા વૃક્ષ સાથે અથડાયો હતો. જેથી ત્રણ યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં એકનું ઘટના સ્થળે અને એકનું સારવાર અર્થે મોત થયું હતું. જ્યારે એક ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસડાયો હતો.
ફતેપુરા તાલુકાના નાનાબોરીદા ગામે અકસ્માત, 2ના મોત
જ્યારે કાળુભાઈ મલાભાઇ પરમાર તથા નરેશભાઈ પરમારને સંતરામપુર બાદ લુણાવાડા અને ત્યાંથી વધુ સારવાર માટે મોડાસા ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં કાળુભાઇ પરમારનું મોત નિપજ્યું હતું. જ્યારે નરેશભાઈ પરમાર હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. સુખસર પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Last Updated : Mar 12, 2020, 8:40 AM IST