તો આ સમગ્ર મામલે મળતી માહિતી પ્રમાણે, ઝાલોદ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ઝડપાયેલા આરોપીને રિમાન્ડ દરમિયાન માર ન મારવા માટે પોલીસે ફરિયાદી પાસેથી રૂપિયા 40,000ની માંગણી કરી હતી. એટલે ફરિયાદીને એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરવાની ફરજ પડી હતી. લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ફરિયાદના આધારે છટકું ગોઠવીને મહીપ દવાખાના નજીક લાંચના રૂપિયા લેતાં પોલીસકર્મીને નાણાં લેતા રંગે હાથે ઝડપ્યો હતો.
ઝાલોદમાં ACB ટીમે 40,000ની લાંચ લેતાં પોલીસકર્મીની કરી ધરપકડ - Gujarat
દાહોદ: જિલ્લાના ઝાલોદ તાલુકામાં પોલીસ કર્મચારી લાંચ લેતાં ઝડપાયો છે. દારૂના ગુન્હામાં ઝડપાયેલા આરોપીને ન મારવા માટે ઝાલોદ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ રૂપિયા 40,000ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઝડપી પાડ્યો હતો. ACB ટીમે લાંચમાં આપેલા 40,000 રૂપિયા જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં ફરિયાદીની વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં આરોપી રાઇટર અને સાહેબના રૂપિયાની પણ માંગણી હતી. જેના નામ ફરિયાદમાં ન આવ્યાં હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.
આમ, ACB ટીમે લાંચના રૂપિયા સાથે પોલીસ કોન્સ્ટેબલ ગંગાદાસ ચારણને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસકર્મીએ લાંચ લેતા ઝડપાયો હોવાની વાત વાયુવેગે જિલ્લાભરમાં પ્રસરી જતાં લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત પોલીસ કર્મચારી દ્વારા ફરિયાદી પાસે લાંચના માંગણીમાં સાહેબના, રાઇટરના અને પોતાનો ભાગ મળીને 40,000 રૂપિયાની માંગણી કરી હોવાનો મોબાઈલ ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહ્યો છે. આ ઓડિયો ક્લિપિંગ પ્રમાણે, લાંચિયા પોલીસ કર્મચારી સાથે વધુ બે આરોપીઓના નામ ફરિયાદમાં આવ્યા નથી. જેથી એન્ટી કરપ્શન બ્યુરોના કર્મચારીઓ સામે શંકાના વાદળો ઘેરાયા છે.