દાહોદઃ સીંગવડ તાલુકા પંચાયતમાં કાયમી નોકરી કરતાં અને પંચાયત સુપરવાઈઝર ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતાં ચંદ્રસીંહ ગોપસીંહ પટેલે સ્વચ્છ ભારત મીશન અંતર્ગત 10 શૌચાલયના 1,20,000નો ચેક લેવા આવનાર લાભાર્થી પાસેથી લાજ માટે રૃપિયા 11 હજારની માગણી કરી હતી. પરંતુ લાંચની રકમ ન આપવા નહીં માગતા જાગૃત નાગરિકે દાહોદ એસીબી પોલીસનો સંપર્ક સાંધી આ તમામ સઘળી હકીકતથી વાકેફ કર્યા હતા, જેથી દાહોદ એસીબી પોલીસે આ સંદર્ભે સીંગવડ તાલુકા પંચાયત ખાતે છટકુ ગોઠવ્યું હતુ.
દાહોદના સિંગવડ તાલુકા પંચાયત કચેરીમાં રૂપિયા 11500ની લાંચ લેતા સુપરવાઇઝર ઝડપાયો - લાંચ લેતા સુપરવાઇઝર ઝડપાયો
લીમખેડા તાલુકા પંચાયત કચેરી મુકામે ભારત મીશન અંતર્ગત 10 સૌચાલય ના રૂ.૧.૨૦ લાખનો ચેક આપવા માટે રૂપિયા 11 હજારની લાંચની માગણી કરી હતી લાંચ ન આપવા જતા જાગૃત નાગરિકે એસીબી નો સંપર્ક કર્યો હતો અને સટકા મુજબ સીંગવડ તાલુકા પંચાયતના ઈન્ચાર્જ રૂ.11500ની લાંચ લેતા દાહોદ એસીબી ટ્રેપના હાથે રંગેહાથે ઝડપાઈ જતાં સરકારી બાબુઓમાં ફફડાટ સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.
સિંગવડ તાલુકા પંચાયત કચેરીમાં રૂપિયા 11500ની લાંચ લેતા સુપરવાઇઝર ઝડપાયો
આ છટકામાં જેવા પંચાયત સુપરવાઈઝર ઈન્ચાર્જ ચંદ્રસીંહ ગોપસીંહ પટેલ રૂ.11,5૦૦ની લાંચ લેતા એસીબી પોલીસના હાથે રંગેહાથે ઝડપાઈ ગયા હતા, જ્યારે અન્ય આરોપી હરેશકુમાર પટેલ ફરાર થઇ જવામાં સફળ રહ્યો હતો આ બનાવના પગલે સીંગવડ તાલુકા પંચાયત સહિત દાહોદ જિલ્લા સરકારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.