દાહોદ : દેશના પાટનગર દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતગણતરી દરમિયાન ભાજપ અને કોંગ્રેસને પછાડી આમ આદમી પાર્ટીએ 88 ટકા બેઠકો પર કબ્જો મેળવ્યો હતો. આ તકે જિલ્લાના કાર્યકરોએ રેલી યોજી અને દિલ્હીની જીતને વધાવી હતી.
દાહોદ શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રેલી યોજી દિલ્હીની જીતની કરી ઉજવણી - ભાજપ
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીતને લઇ જિલ્લાના કાર્યકર્તાઓમાં પણ આનંદનો માહોલ સર્જાયો ેહતો. શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રેલી યોજી દિલ્હીની ઉજવણી દાહોદમાં કરી હતી
વર્ષ 2020માં ચૂંટણી દરમિયાન દેશમાં સૌથી મોટો વિજય મેળવનાર આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લામાં રહેતા કાર્યકરોમાં પણ આનંદનો માહોલ સર્જાયો છે. જેના પગલે દાહોદ શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેેમાં આમ આદમી પાર્ટીની ટોપી અને હાથમાં ઝાડુ લઈને આપના કાર્યકરોએ શહેરના માર્ગો પર ફરીને વિજય ઉત્સવ મનાવ્યો હતો તેમજ દાહોદ નગરપાલિકાની આવનારી ચૂંટણીમાં પણ વિકાસ અને ઇમાનદારીની રાજનીતિના મુદ્દા સાથે ઝંપલાવવાની તૈયારી દર્શાવી છે.