સંજેલી તાલુકાના પીછોડા ગામમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઇ હતી. જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ સરકારી યોજનાઓની માહિતી આપી હતી. ત્યારબાદ ગ્રામજનોએ ખેતી માટે વિજળી, આરોગ્ય સેન્ટરના રિનોવેશન, રસ્તા અને જમીનના પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી. જે અંગે જિલ્લા કલેક્ટરે સંબધિત અધિકારીઓને તાત્કાલિક નિવારણ લાવી રિપોર્ટ કરવા જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટરે ગ્રામજનોને સંબોધતાં જણાવ્યું હતું કે, "મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકે આપણી મુખ્ય પ્રાથમિકતા આરોગ્ય છે. ખાસ કરીને માતાઓ અને બાળકોના આરોગ્ય બાબતે આપણે વિશેષ કાળજી રાખવાની જરૂર છે. આ માટે સગર્ભા માતાઓની નોંધણી વહેલામાં વહેલી તકે કરવી જરૂરી છે. કુપોષણને દૂર કરવા ગ્રામજનોએ પણ જાગૃત થવાની જરૂર છે."