ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદના દેવગઢ બારીઆમાં સગીરા અને યુવકે આત્મહત્યા કરી - Devgarh Baria Taluka News

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે 16 વર્ષીય સગીરા તેમજ 20 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર બન્નેએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાને પગલે પંથકમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે.

committed suicide
દાહોદના દેવગઢ બારીઆમાં સગીરા અને યુવકે આત્મહત્યા કરી

By

Published : Sep 10, 2020, 7:04 PM IST

દાહોદઃ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામના રહેવાસી વિક્રમ નરવત પટેલ અને એક યુવતીએ લીમડાના ઝાડ ઉપર ઓઢણી બાંધી અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાની જાણ બન્નેના પરિવારજનો સહિત ગ્રામજનોને થતાં તમામ લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે બન્નેના મૃતદેહનોને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલે ખસેડ્યા હતા.

આ બન્નેએ કયા કારણોસર આત્મહત્યા કરી તેનું હાલ ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે સમગ્ર હકીકત શું છે તે પોલીસ તપાસમાં જ બહાર આવશે.

ABOUT THE AUTHOR

...view details