ગુજરાત

gujarat

ETV Bharat / state

Dahod News: નોકરી અપાવવાની લાલચ આપી છેતરપીંડી કરનાર ફરાર આરોપી ઝડપાયો - was caught

રેલ્વે અને SBI બેંકમાં ક્લાર્કની નોકરી અપાવવાની લાલચ આપી છેતરપીંડી કરનાર ફરાર આરોપી ઝડપાયો છે. રેલ્વે વિભાગના સિક્કા વાળો ખોટો લેટર આપીને નોકરીની આશા લઈને બેઠેલા યુવકો સાથે કુલ 16 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી.

a-fugitive-accused-who-cheated-by-giving-a-job-was-caught
a-fugitive-accused-who-cheated-by-giving-a-job-was-caught

By

Published : Jul 9, 2023, 4:35 PM IST

દાહોદ:નોકરીની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થઇ ગયેલો આરોપી ઝડપાયો છે. આરોપીને દાહોદ એ ડિવિઝન પોલીસે હ્યુમન એન્ડ ટેકનિકલ સોર્સને આધારે વડોદરા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે SBI બેન્કમાં ક્લાર્કમાં નોકરી અપાવવાની લાલચ આપી તથા રેલવેમાં નોકરી આપવાનું કહીને લોકો પસેટથી નાણાં ઉઘરાવ્યા હતા.

નોકરીનો ડુપ્લીકેટ લેટર:દાહોદ શહેર પોલીસ મથકે વર્ષ 2020 માં આરોપી સામે છેતરપિંડી અંગેના બે જુદાજુદા ગુના દાખલ થયા હતા. જે ગુનામાં નોકરી વાચ્છુંઓ પાસેથી પાસેથી ટોકન પેટે એક લાખ તથા આંગડિયા પેટે સાડા ત્રણ લાખ મોકલ્યા હતા. બાદમાં દીપેશ કુમારે વોટ્સઅપ નંબર પર એસબીઆઇ બેન્કના ક્લાર્કનો ઓર્ડર જોઇનિંગ લેટર મોકલી આપેલ હતો.

રેલ્વે વિભાગના સિક્કા વાળો લેટર: આ ઠગે પોતાને બહાર જવાનું બહાનું કાઢીને ઓર્ડર આપવામાં લેટ થશે તેમ જણાવ્યું હતું. અલગ અલગ બહાના આપીને મહિનાઓ સુધી ઠગ સમય ઠેલતો ગયો. ફરિયાદીય ઠગ દિપેશને ફોન કરતા મારા પૈસા પાછા આપી દો તેમ કહેતા તેણે કહ્યું કે હતું કે મારી રેલવેમાં ઓળખાણ છે હું તમને રેલવે નોકરી અપાવી દઈશ કઈ ફરીથી ફરિયાદી પાસેથી રૂપિયા 50,000 લીધા હતા. ત્યારબાદ રેલવેનો સહી સિક્કા વાળો લેટર આપ્યો અને બીજા 2 લાખની માંગણી કરતા અંકુરભાઈએ બે લાખ આપ્યા હતા.

16 લાખની ઠગાઈ: આમ નોકરીવાંચ્છુ અંકુરે ઠગને 10.50 લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ રેલવેમાં કૌભાંડની સમાચાર બહાર આવતા આપેલા પૈસા પરત માંગતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતા જ અંકુરભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આમ બીજા કેસમાં પણ સોનું ઉર્ફે દિપેશભાઇ ત્રિકમલાલ શર્મા સહ આરોપી સાથે મળી 16 લાખની ઠગાઈ કરી હતી

'મને અંગત બાતમી મળી હતી કે આરોપી સોનું ઉર્ફે દીપેશ ત્રિકમલાલ શર્મા એ બે વર્ષ અગાઉ બીજા સહ આરોપીઓ સાથે મળી બે કેસમાં જુદા જુદા અરજદારો જોડે રેલવેમાં અને બેંકમાં નોકરી આપવાની લાલચ આપી ખોટા દસ્તાવેજ બનાવી 26 લાખ 50 હજાર રૂપિયાની ઠગાઈ કરેલ હતી. જે વડોદરા ઉમિયા નગર અંકુર રેશીકમ પ્લાઝા ખાતે રહે છે. જે બાતમીના આધારે સોનું ઉર્ફે દીપેશ ત્રીકમલાલ શર્માને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.' -કે.એન લાઠીયા, પી.આઈ, દાહોદ એ ડિવિઝન

‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે નહીં મરે’:ગુજરાતીમાં એક કહેવત છે ‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે નહીં મરે’ આ ઉક્તિ હાલ આદિવાસી પટ્ટી ઉપર સાચી સાબિત થઈ રહી છે. કેટલાક શિક્ષિત બેરોજગાર યુવાનો સરકારી નોકરી માટે પાછળ આંધળી દોટ મૂકી ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. નોકરી અપાવનાર ઠગો વડિલોને પણ આ બોગસ વાતોમાં ભેરવાઈને છેતરી રહીયા છે જેનાથી યુવા બેરોજગાર આર્થિક રીતે પાયમાલ થઇ રહ્યા છે.

  1. Gold Smuggling: દુબઈથી 27 કરોડ રૂપિયાનું સોનું લિક્વિડ ફોર્મમાં લાવતા સુરત એરપોર્ટ પર ચાર લોકોને ઝડપી પડાયા
  2. Rajkot Crime : રાજકોટમાં ટ્રાફિક પોલીસનો પૈસા ઉઘરાવાનો મામલો, મહિલા સહિત પોલીસ કર્મી સસ્પેન્ડ

ABOUT THE AUTHOR

...view details