આદિવાસી સમુદાય દ્વારા ફસલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી - દાહોદ તાજા સમાચાર
આદિવાસી સમુદાયના ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલો આ રવિ પાક હોળી પર્વ પહેલા તૈયાર થતો હોવાના કારણે આદિવાસી સમુદાયના લોકો ફસલ પર્વ તરીકે હોળીનો તહેવાર ઉત્સાહભેર ઉજવે છે.
દાહોદઃ ચોમાસુ પાક તૈયાર થયા બાદ શિયાળા ઋતુમાં આદિવાસી સમુદાય દ્વારા રવિ પાકનુ મોટાપાયે વાવેતર કરવામાં આવતો હોય છે. શિયાળાનો રવિ પાક વાવેતર કર્યા બાદ હોળી પહેલાં રવિપાક તૈયાર થતાં આદિવાસી સમુદાયના લોકો આનંદમાં હોય છે. જેને હોળી પર્વને ફસલી પર્વ તરીકે ઉજવવામાં આવતો હોય છે. આ ફસલ પર્વની ઉજવણી માટે દાહોદ શહેરમાં વસવાટ કરતા આદિવાસી સમુદાયના લોકો દ્વારા એકત્ર થઇ ઢોલ-નગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન ચોકમાં ઘઉં ચણાના તૈયાર થયેલા પાકને પૂજા-અર્ચના કરવામાં આવી હતી, ત્યારબાદ પરંપરાગત રીતે નાચગાન કરી ઉજવણી કરવામાં આવી હતી.