દાહોદ : હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસથી ઝઝુમી રહ્યું છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસના કેસો નોંધાતા સમગ્ર દેશમાં હાલ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સદ્નસીબે ગુજરાતમાં કોરોના વાયરસનો પગપેસારો થયો નથી. પરંતુ રાજ્ય સરકારે અગમચેતીના પગલાં લઈ આરોગ્ય તંત્ર સહિત વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી હતી.
દાહોદ બસ સ્ટેન્ડ પર કોરોના સંદર્ભે સ્વચ્છતા અને માર્ગદર્શન શિબિર યોજાઈ - Covid-19 latest updates
કોરોના વાયરસના પગલે દાહોદ શહેરના બસ સ્ટેશન પર કર્મચારીઓ દ્વારા કદમથી કદમ મિલાવીને તમામ પ્લેટફોર્મ, બેસવાની જગ્યાએ પાણી સાથે ફિનાઈલ વડે બસ સ્ટેશન ધોઈ સ્વચ્છ કરવામાં આવ્યું હતુ. તેમજ સ્ટેન્ડ પર આવતા જતાં મુસાફરોને ડેપો કર્મચારીઓ દ્વારા સેનેટાઇઝરથી હાથ ધોવડાવ્યા હતા. તેમજ કોરોના વાયરસ અંગે જાગૃતિ માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવ્યું હતુ.
દાહોદ
ડેપો મેનેજર જે.આર બુચની આગેવાનીમાં બસ સ્ટેશન્ડને ડિટર્જન પાવડર તેમજ ફિનાઈલ વડે ધોઈ સ્વચ્છ કરવામાં આવ્યું હતુ. તેમજ કર્મચારીઓ દ્વારા મુસાફરોને કોરોના વાયરસથી બચવા સેનેટાઇઝરથી હાથ ધોવડાવ્યા હતા. કોરોના વાયરસ અંગેની જનજાગૃતિ તેમજ તેની સામે અગમચેતી તેમજ સલામતી માટેના સૂચનો અને માર્ગદર્શન મુસાફરોને તેમજ ઉપસ્થિત કર્મચારીઓને આપવામાં આવ્યું હતું.
Last Updated : Mar 18, 2020, 12:59 PM IST