દાહોદ તાલુકામાં આવેલા રાબડાળ ખાતે 4.40 હેક્ટર વિસ્તારમાં ઔષધીય વન વિકસાવવામાં આવી રહ્યું છે. આ ઔષધીય વનમાં 71 જાતના રોપાઓમાં રૂખડો, નગોડ, મિંઢળ, કાચનાર, આમળો, રાયળ,પરપલીયા, આસીત્રો, બોરસલી, કાઠા ચેરીયું, ચણોઠી, ફાયકસ, સાગ, હરડે, અંજન, ભુટાકો, કોદાડો, ખડસીગ તેમજ પાટલા વગેરે જેવી દુર્લભ ઔષધીય વનસ્પતિઓને ઉગાડવામાં આવી છે. આ ઔષધીય વનસ્પતિઓ અનેક રોગોમાં અક્સીર ઇલાજ સમાન છે. સાથે જ અમુક ગંભીર રોગોના આયુર્વેદિક ઇલાજ માટે જે વનસ્પતિની જરૂર પડે છે, તે પ્રકારની ઔષધિય વનસ્પતિઓ પણ અહીં ઉગાડવામાં આવી રહી છે.
દાહોદમાં પ્રવાસન ક્ષેત્ર તરીકે વધુ એક છોગું ઉમેરાયું, આરોગ્ય વન રાબડાળને મળ્યો વિશેષ દરજ્જો - species
દાહોદ: જિલ્લાના રામપુરા ઘાસ બીડ નજીક આવેલા આરોગ્ય વન ખાતે 70માં વન મહોત્સવની ઉજવણી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. જેમાં પ્રાકૃત્તિક સૌંદર્યથી છલકાતા અને 71 જાતના ઔષધીય રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. આ આરોગ્ય વન રાબડાળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.
દાહોદમાં પ્રવાસન ક્ષેત્ર તરીકે વધુ એક છોગું ઉમેરાયું :આરોગ્ય વન રાબડાળ
આ ઉપરાંત આરોગ્ય વનમાં નાગરિકોની સુવિધા માટે પગદંડી, બાકડાઓ, કુદરતી નજારાનો લાભ લઇ શકે તે માટે વોચ ટાવર, વનકુટીર, ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે. સાથે જ આરોગ્ય અને મનોરંજન એકસાથે આપતા આરોગ્ય વન રાબડાળ થોડા સમય બાદ નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવશે.
Last Updated : Jul 12, 2019, 9:16 PM IST