દાહોદ જિલ્લામાં વર્તમાન સમયે કુલ 27 એમ્બ્યુલન્સ કાર્યરત છે. એ પૈકી ચારથી સાડા ચાર લાખ કિલોમિટર ચાલનારી 108 એમ્બ્યુલન્સના સ્થાને આ નવી એમ્બ્યુલન્સઓ મૂકવામાં આવી છે. કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે આ ગાડીઓને હરી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
6 નવી 108ને કલેક્ટરે લીલીઝંડી આપી લોકોની સેવામાં મૂકવામાં આપી દાહોદ જિલ્લામાં 108ની સેવાનો વ્યાપ જોઇએ તો પ્રત્યેક 15 કિલોમિટરના વર્તુળમાં એક એમ્બ્યુલન્સની સેવા મળી રહી છે. એક એમ્બ્યુલન્સ પ્રતિદિન સરેરાશ 10 કેસમાં તત્કાલ સેવાઓ આપે છે. દાહોદ નગર સહિતના તમામ તાલુકામાં 3 થી 4 એમ્બ્યુલન્સ કાર્યરત છે. એમ્બ્યુલન્સની સેવા મેળવવા માટે ફોન કરી અથવા તો તેની એપ્લિકેશન થકી અસાઇન કરી શકાય છે. પરંતુ, હાલના તબક્કે બહુધા ફોન કરીને 108ને જાણ કરવામાં આવે છે.
રસપ્રદ વાત એ છે કે, 108ની સેવાનું સંચાલન કરતી GVK દ્વારા દેશના 18 રાજ્યમાં આ સેવા સાથે જોડાયેલી છે. તે પૈકી માત્ર ગુજરાતમાં જ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ સાથે કામ કરવામાં આવે છે. GPSના કારણે દર્દી સુધી પહોંચવામાં, તેનું લોકેશન શોધવામાં એકદમ સરળતા રહે છે. આ ઉપરાંત, નજીક કંઇ હોસ્પિટલ છે. તેની માહિતી પણ સરળતાથી ઉપલબ્ધ રહે છે. 108ના પાઇલોટ એટલે કે, ડ્રાઇવરને પણ નેવીગેટર આપવામાં આવે છે.
દાહોદ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં રિસપોન્સ ટાઇમ 22 મિનિટ અને શહેરી વિસ્તારોમાં 8 મિનિટ છે. રિસપોન્સ ટાઇમ એટલે કે, કોઇ ફોન કરે એટલે ત્યાં સુધીમાં 108 એમ્બ્યુલન્સને લાગતો સમય ! ગ્રામીણ વિસ્તારમાં રિસપોન્સ ટાઇમ ઘટાડવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કારણ કે, દાહોદ જિલ્લાના દુર્ગમ વિસ્તારોમાં કેટલાક એવા સ્થળોથી પણ ફોન આવે છે કે, જ્યાં સુધી એમ્બ્યુલન્સ પહોંચીના શકે અને એટલે નજીકના સ્થળે પહોંચી સ્ટ્રેચર વડી દર્દીઓને લાવવામાં આવે છે.
ગ્રામીણ વિસ્તારમાં રિસપોન્સ ટાઇમ ઘટાડીને 19 મિનિટ સુધી લઇ જવાનો લક્ષ્યાંક છે. 108 એમ્બ્યુલન્સનું દાહોદ જિલ્લામાં જ્યાં બેઝ હોય ત્યાં તેમને વર્ધી આપવામાં આવે એટલે માત્ર 15 સેકન્ડમાં ગાડી રવાના થઇ જાય છે. GPSના કારણે નજીકમાં જે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોય તેને અસાઇન કરવાની સરળતા રહે છે. અસંખ્ય કિસ્સામાં 108 એમ્બ્યુલન્સ લાઇફ સેવર સાબિત થઇ છે
ખાસ કરીને પ્રસુતિના કેસમાં ટ્વીન્સની ડિલવરી પણ 108 એમ્બ્યુલન્સમાં કરાવવામાં આવી છે. તેના કારણે માતા અને તેના બાળકોને નવજીવન મળ્યા છે. દાહોદ જિલ્લાને ફાળવવામાં આવેલી 6 નવી એમ્બ્યુલન્સને હરી ઝંડી આપવામાં નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પરમાર, જિલ્લા પશુપાલન અધિકારી ડો. ગોસાઇ, જીવીકેના મનવીર ડાંગર, દર્શક જોશી અને જ્યોતીન્દ્ર ચૌધરી પણ જોડાયા હતા.