ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ અનાસ નદીમાં અસ્થિ વિસર્જન માટે ગયેલા છ લોકો તણાયા - Thunthikankasia village

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઠુંઠીકંકાસીયા ગામે માછણ નદી અને આનાસ નદીના મેળાપ પર અસ્થિ વિસર્જન કરવા માટે ગયેલા 6 લોકો નદીના પુરમાં તણાયા હતા.

દાહોદ અનાસ નદીમાં અસ્થિ વિસર્જન માટે ગયેલા 6 લોકો પુરમાં તણાયા
દાહોદ અનાસ નદીમાં અસ્થિ વિસર્જન માટે ગયેલા 6 લોકો પુરમાં તણાયા

By

Published : Aug 22, 2020, 7:50 PM IST

દાહોદ: ગુજરાત અને રાજસ્થાન રાજ્યની સરહદેથી પસાર થતી અનાસ નદી પાસે આવેલા ઝાલોદ તાલુકાના ઠુંઠીકંકાસીયા ગામે માછણ નદી અને આનાસ નદીના મેળાપ પર અસ્થિ વિસર્જન કરવા માટે ગયેલા 6 લોકો નદીમાં પુર આવતા તણાઈ ગયા હતા.

ગુજરાત અને રાજસ્થાન સરહદેથી પસાર થતી અનાસ અને માછણ નદીના સંગમ સ્થાને ઠુંઠીકંકાસીયા ગામના લોકો અસ્થિ વિસર્જન માટે ગયા હતા.

અસ્થિ વિસર્જન સમયે બંને નદીઓના પાણીમાં વધારો થવાના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. બંનેે નદીઓના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીના પૂર વચ્ચે 6 લોકો ફસાયા હતા.

બચાવની આસ વચ્ચેે બેઠેલા લોકોને કોઈ સહાય મળે તે પહેલા જ નદીમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે તણાઈ ગયા હતા. જેના કારણે તેમના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે અને ગામમાં શોકનો માહોલ છવાયો છે.

ABOUT THE AUTHOR

...view details