દાહોદઃ મંગળવારે જિલ્લામાં કોરોનાના વધુ 6 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ કેસમાંથી 1 કેસ જિલ્લાનો અને 5 કેસ દાહોદ શહેરના ઘાંચીવાડ વિસ્તારના છે. જેમાં સલીમ રસીદ ગરબાડા, સોહીલ શોયબ ગરબાડાવાળા, વસીમ સિદ્દીક ખોડા, રૂકમાંન હારુન પટેલ, સોહેલ ઇકબાલ પાટુ અને અમિત સરદાર નિનામા સામેલ છે.
મંગળવારે દાહોદમાં કોરોનાના વધુ 6 કેસ પોઝિટિવ - દાહોદમાં કોરોનાની કુલ સંખ્યા
દાહોદ જિલ્લામાં ગત 3 દિવસથી કોરોના પોઝિટિવ સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પરીક્ષણ માટે મોકલવામાં આવેલા 144 સેમ્પલમાંથી 138 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે 6 સેપ્મલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મંગળવારે દાહોદમાં કોરોનાના વધુ 6 કેસ પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી દાહોદમાં કોરોનાના 79 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 48 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે 28 લોકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે.