ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદના ગામડાઓની મુલાકાતે આવેલા 42 IAS અધિકારીઓએ કલેક્ટર સાથે યોજી બેઠક

દાહોદ: મસુરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી કેન્દ્રીય પ્રશાસન અકાદમીના ૯૪માં ફાઉન્ડેશન કોર્સના ૪૨ અધિકારીઓ તેમની રૂરલ ફિલ્ડ વિઝીટ માટે શુક્રવારે દાહોદ આવી પહોંચ્યા હતા અને અહીં જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર વિજય ખરાડી સાથે બેઠક યોજી હતી. કલેક્ટર વિજય ખરાડીએ સનદી અધિકારીઓ સાથે બેઠક યોજી દાહોદ જિલ્લા વિશે માહિતી આપી હતી.

42 IAS officers hold meeting with collector in dahod

By

Published : Oct 19, 2019, 2:09 AM IST

લાલ બહાદુર શાસ્ત્રી કેન્દ્રીય પ્રશાસન અકાદમીના 94 ફાઉન્ડેશન કોર્સ ના 42 અધિકારીઓ રૂરલ ફિલ્ડ વિઝીટ માટે દાહોદ આવી પહોંચ્યા છે. 42 IAS અધિકારીઓ જિલ્લા સમાહર્તા જોડે બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેક્ટર ખરાડીએ દાહોદ જિલ્લાની આર્થિક, ભૌગોલિક અને સામાજિક રૂપરેખાની સમજ આપી હતી અને આ અધિકારીઓને તેમની ગ્રામીણ વિઝીટ દરમિયાન સરકારી યોજનાના અમલીકરણની સમાલોચના કરવા જણાવ્યું હતું. તેમણે દાહોદ જિલ્લાની ભૌગોલિક રચના, ઇતિહાસ, આર્થિક અને સામાજિક પ્રવૃત્તિની વિસ્તુત સમજ સનદી અધિકારીઓને આપી હતી અને તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ કરવા શુભકામના પાઠવી હતી.

દાહોદના ગામડાઓની મુલાકાતે આવેલા 42 IAS અધિકારીઓએ કલેક્ટર સાથે યોજી બેઠક

જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે પોતાની IASની તાલીમ દરમિયાન કરેલી ગ્રામીણ વિઝીટના અનુભવો વર્ણવ્યા હતા અને સનદી અધિકારીઓને પોતાનો રિપોર્ટ કેવી રીતે તૈયાર કરવો એ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સનદી અધિકારીઓના સાત સમુહ સાથે સ્થાનિક એક એક અધિકારીઓને નોડેલ ઓફિસર તરીકે ફરજ સોંપવામાં આવી છે. જે ગ્રુપ સાથે રહેશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે પણ ઉ૫સ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details