દાહોદ: ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સાત ખેડૂત કલ્યાણ યોજનાઓ પૈકી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનો મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજયભરમાં શુભારંભ કરાવ્યો છે.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાત યોજનાઓ પૈકી બે યોજનાઓની જાહેરાત ડિજિટલ માધ્યમથી યોજાયેલો આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના લીમખેડાના કાચલા ગામના બાપુ નરસીંહ સેવાનંદ ધામથી જિલ્લાના મહાનુભાવો અને લાભાર્થી કિસાનો જોડાયા હતા. જે અન્વયે આજ રોજ જિલ્લાના 3035 ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત મંજૂરીપત્ર ઉપરાંત કિસાન પરિવહન યોજના અંતર્ગત 157 ખેડૂતોને મંજૂરીપત્ર-ચેક આપવામાં આવ્યા હતા.
દાહોદના 3035 ખેડૂતોને 'મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર' યોજના અંતર્ગત મંજૂરીપત્ર અપાયા મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ડિજિટલ માધ્યમથી શુભારંભ કરાયેલા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાના દાહોદ મુકામે ડિજિટલ કાર્યક્રમમાં રાજયકક્ષાના પ્રધાન બચુભાઇ ખાબડે જણાવ્યું કે, ખેડૂતલક્ષી યોજનાના આ સાત પગલાં ખેડૂતોની વિકાસની દિશામાં રાજય સરકારનાં નક્કર પગલાં છે. ઝડપભેર નક્કર આયોજન કરીને રાજય સરકાર તેનું ઝડપભેર અમલીકરણ કરવામાં પણ સરકાર દેશભરમાં મોખરે છે.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાત યોજનાઓ પૈકી બે યોજનાઓનું જાહેરાતના માત્ર 12 જ દિવસમાં રાજયમાં તેનું અમલીકરણ શરૂ કરવામાં આવ્યું તે પણ એક નોંધપાત્ર સિદ્ધિ છે.
દાહોદના 3035 ખેડૂતોને 'મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર' યોજના અંતર્ગત મંજૂરીપત્ર અપાયા તેમણે વધુમાંં જણાવ્યું કે, દાહોદ જિલ્લાના ખેડૂતો આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લે. આજની બે યોજનાઓ પૈકી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત જિલ્લાના 3035 ખેડૂતોને મંજૂરી આપવામાં આવી છે. જયારે કિસાન પરિવહન યોજના અંતર્ગત જિલ્લાના 157 ખેડૂતોને મંજૂરી આપવામાં આવી છે. આમ આ યોજનાઓ સાચા અર્થમાં દાહોદના ખેડૂતો માટે આવક બમણી કરવાનું સાચું સાધન બનશે તે નક્કી છે.
રાજય પ્રધાન બચુ ખાબડે આ પ્રસંગે યોજનાઓનો ટૂંકમાં પરીચય આપ્યો હતો અને જિલ્લામાં થઇ રહેલી વિકાસલક્ષી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.
ગુજરાત રાજય ઘેટાં અને ઉન વિકાસ નિગમના ચેરમેન અમરસિંહભાઇએ જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણનાં અંતર્ગત આજે બે મહત્વની યોજનાઓનો શુભારંભ થઇ રહ્યો છે. રાજય સરકાર જેટલી ઝડપથી જનવિકાસલક્ષી નિર્ણય લે છે એટલી જ ઝડપથી તેનું અમલીકરણ પણ જાણે છે. વરસાદની અનિયમિતતા હંમેશથી ખેડૂતોને ખૂબ મૂશ્કેલીમાં મુકતી રહી છે ત્યારે રાજય સરકાર હંમેશા ખેડૂતોની પડખે રહી છે.
આજે મુખ્યમંત્રી પાક સગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત રાજય સરકારે ખેડૂતોને 350 કરોડ જેટલી સહાયની જોગવાઇ કરી છે. સરકારના આ સાત પગલાં ખેડૂત કલ્યાણના ખેડૂતોના વિકાસ માટેની મોટી હરણફાળ સમાન બની રહેશે. આ પ્રસંગે ગરબાડા, ફતેપુરા, દેવગઢ બારીયા અને સીંગવડ તાલુકાના લાભાર્થી ખેડૂતોને આ બંન્ને યોજનાઓના મંજૂરીપત્રોનું મહાનુભાવોએ વિતરણ કર્યું હતું.
આ ઉપરાંત પોષણ માહ અંતર્ગત મહાનુભાવોએ ઉપસ્થિત લાભાર્થીઓ, ખેડૂતોને પોષણ શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ગરબાડાના ધારાસભ્ય ચંદ્વિકાબેન બારીયા, ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઇ કટારા, જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા ખેતીવાડી અધિકારી જે.એચ.સુથાર, નાયબ બાગાયત નિયામક પારેખ, નાયબ ખેતી નિયામક એન.વી.રાઠવા, બાપુ નરસિંહ સેવાનંદ ધામના મહંત સેવાનંદ ગિરીજી મહારાજ અને લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત હતા.