મળતી માહિતી પ્રમાણે, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સિંધોડી સામેથી આવતી મોટરસાયકલને અડફેટમાં લીધી હતી. જેમાં ચારેય લોકો દૂર સુધી ફંગોળાતા એક નાના બાળક સહિત એક મહિલાનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે બે લોકોને ગંભીર ઈજા થઈ હતી. જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા હતા. તે દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું.
દાહોદના સિંધોડી ગામે ટ્રકે બાઈકને અડફેટે લેતાં 3ના મોત - ટ્રક અકસ્માત
દાહોદઃ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સિંધોડી ગામે મોટરસાયકલ અને ટ્રક અકસ્માતમાં ત્રણના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર ઈજા થતાં તેને દેવગઢ બારિયા હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. હાલ, પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રકે બાઈકને અડફેટે લેતા ત્રણના મોત
ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જેમાં તેઓએ ફરાર ટ્રક ડ્રાઈવરની શોધવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે એક સાથે 3 લોકોના મોત થતાં ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.