સરકાર દ્વારા ઉજવવામાં આવેલા માર્ગ સલામતીના સાપ્તાહિક ઉજવણીના પ્રારંભના પહેલા જ દિવસે દાહોદ જિલ્લામાં માટે ગોઝારો સાબીત થયો હતો. ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે હાઈવે પર એક ટ્રક અને અને મોટરસાઈકલ વચ્ચે સર્જાયેલ ગોઝારા માર્ગ અકસ્માતમાં મોટરસાઈકલ પર સવાર એક પરિવારના ત્રણ ભાઈના મોત નીપજતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચ્યો હતો.
ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત - dahod letest news
દાહોદ: ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે હાઈવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને મોટરસાઈકલ વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક પરિવારના ત્રણ ભાઈઓના મોતને પગલે પરિવારમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો.
ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત , 3ના મોત
આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા 108 ઈમરજન્સી એમ્બયુલન્સ ઘટના સ્થળે પહોચી હતી. જ્યાં ત્રણેય મૃતકોના મૃતદેહને લીમડી સરકારી દવાખાન ખાતે ખસેડી અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.