ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ જિલ્લામાં વધુ 27 કોરોના પોઝિટિવ કેસ, હાલ 227 કેસ એક્ટિવ - New Corona cases reported today in dahod

દાહોદ જિલ્લામાં વધુ 27 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. નવા ઉમેરાયેલા 27 દર્દીઓની સાથે જિલ્લામાં કોરોના કેસનો કુલ આંક 732 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 31 દર્દીઓ કોરોનામુક્ત થતા હાલ 227 એક્ટિવ કેસ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.

દાહોદ જિલ્લામાં વધુ 27 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, હાલ 227 કેસ એક્ટિવ
દાહોદ જિલ્લામાં વધુ 27 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, હાલ 227 કેસ એક્ટિવ

By

Published : Aug 9, 2020, 10:17 AM IST

દાહોદ: દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે RT-PCR દ્વારા કુલ 140 તેમજ રેપિડના 324 સેમ્પલો મળી કુલ 462 સેમ્પલો ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતાં. જેમાંથી 435 સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 27 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

લીમખેડામાં એક જ પરિવારના 9 સભ્યો મળી કુલ 11 કેસો, દાહોદ શહેરમાં 8, ઝાલોદમાં 6, ગરબાડામાં 3, સંજેલીમાંથી 1 કેસ નોંધાયો છે. આ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરી જે તે વિસ્તારોમાં સેનેટાઇઝેશન સહિતની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 47 લોકો કોરોના થી મૃત્યુ પામ્યા છે.

દાહોદ જિલ્લામાં વધુ 27 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, હાલ 227 કેસ એક્ટિવ

દાહોદ શહેરની સાથે ઝાલોદ તાલુકામાં પણ કોરોના સંક્રમણ વધુ વકરી રહ્યું છે. ઝાલોદ તાલુકામાં અગાઉ કોરોનાના 104 કેસો નોંધાયા હતા. જેમાં વધુ 6 કેસોના ઉમેરા સાથે કોરોનાના કુલ કેસોનો આંકડો 108 પર પહોંચ્યો છે. જેમાંથી 16 સ્વસ્થ થયા છે, 46 દર્દીઓ આઇસોલેશનમાં છે. તેમજ હાલ 51એક્ટિવ કેસો કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. જ્યારે ત્રણના મોત નિપજ્યા છે.

ABOUT THE AUTHOR

...view details