દાહોદ: દાહોદ જિલ્લામાં કોરોના મહામારી નાથવા માટે જિલ્લા આરોગ્યતંત્ર અને વહીવટી તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા 103 સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમાં 9 પોઝિટિવ કેસ આ સેમ્પલમાં તેમજ 14 પોઝિટિવ અન્ય રેપિડ ટેસ્ટમાં સામે આવ્યા છે.
દાહોદ જિલ્લામાં મંગળવારે વધુ 23 કોરોનાના પોઝિટિવ દર્દીઓ નોંધાયા - Corona virus treatment in dahod district
દાહોદ જિલ્લામાં મંગળવારે વધુ 23 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ 23 કેસોમાંથી 14 કેસ રેપિડ ટેસ્ટમાં સામે આવ્યા છે. મંગળવારે નવા ઉમેરાયેલા દર્દીઓ મળી કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 666 પર પહોંચ્યો છે. જ્યારે 338 લોકો કોરોનામુક્ત થતાં હાલ 287 એક્ટિવ કેસ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
મંગળવારે નોંધાયેલા દર્દીઓમાં ભુપેન્દ્ર કનૈયાલાલ કુવાર, ગોવિંદનગર, ફાતેમા હુસેનઅલી કાજી, હુસૈની સેફુદ્દીન, મોહલ્લા, જાહેરાબેન મુર્તુઝા ભાટિયા નિલેશ, નારાયણભાઈ માળી, દ્રૌપદીબેન પ્રભુલાલ વર્મા, શિવલાલભાઈ પંચાલ ,પંચાલ શ્રેયાબેન મનોજભાઈ, પંચાલ સંગીતાબેન હિતેશભાઈ તેમજ રેપિડ ટેસ્ટમાં કરનસીંગ એસ ડામોર, ઇન્દીરાબેન કરણસીંગ ડામોર, પૂર્વીબેન કરણસીંગ ડામોર, દ્રષ્ટિ કરણસીંગ ડામોર અગ્રવાલ, રાજેશભાઈ હજારીપ્રસાદ, અબ્દુલ કાદિર સાઈકલવાલા, સકરી એમ મકબહાદુર, જવસિંગ પરમાર, વગેરે મળી કુલ 23 નવા કોરોના પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થયો હતો.
ઉપરાંત દાહોદ શહેરમાં 20 કોરોનાના દર્દીઓના વધારા સાથે દાહોદ શહેરમાં કોરોનાનો આંકડો 490 પર પહોંચ્યો છે. ત્યારે ઝાલોદમાં વધુ ત્રણ કેસો નોંધાવા પામ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે કોરોના પોઝિટિવ આવેલા નવા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેમના સંપર્કમાં આવેલા લોકોને કવોરેન્ટાઈન કરી તેમના રહેણાંક વિસ્તારોને કંટેઇન્મેંટ ઝોન જાહેર કરી દવાની છંટકાવની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.